Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

સુરેન્દ્રનગરના વોર્ડ નં. ૧-૨માં પ્રજાકિય કામોમાં કિન્નાખોરીની ફરિયાદ

વોર્ડ નં. ૧-૨ના કાર્યકરો નગરજનો દ્વારા તાળાબંધી કરાઇ

વઢવાણ તા. ૨૨ : સુરેન્દ્રનગરના કોર્પોરેટર ગીરીરાજસિંહ ઝાલાએ ચીફ ઓફિસરને એક પત્ર પાઠવી નગરપાલિકામાં જે વોર્ડમાં કોંગ્રેસના કાર્યકરો ચુંટાયા છે તે વોર્ડમાં વિકાસના કામોમાં કિન્નાખોરી રખાતી હોવાની ફરિયાદ કરી છે.  તેમણે પત્રમાં શાસક પક્ષના સભ્યોની અપમાનજનક વ્યવહારની પણ ફરિયાદ કરી હાલ શહેરના રોડ રસ્તા તેમજ ગટરના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું જણાવેલ છે. તેમણે કોન્ટ્રાકટ બેઝ પરના કામદારોને કોઇને રૂ. ૨૫૦ તો કોઇને રૂ. ૨૭૦ રોજ અપાતું હોવાની પણ ફરિયાદ કરી સરકાર દ્વારા મીનીમમ વેઝીસ પગાર ૨૯૦ નિર્ધારીત કરેલ હોવા છતાં સરકારના નિયમ મુજબ પગાર ચુકવાતો ન હોવાનું જણાવેલ છે. આ ઉપરાંત કોન્ટ્રાકટર દ્વારા મસ્ટરમાં ઘણા કર્મચારીઓના ભૂતિયા નામ ચાલતા હોય તેની તપાસ કરી કોંગ્રેસના ચુંટાયેલા કોર્પોરેટરોના વોર્ડના નિયમિત ભેદભાવ વગર વિકાસકામો કરવા જણાવેલ છે.

(12:53 pm IST)