Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

મોરબીના અપહરણ - દુષ્કર્મના ગુન્હામાં ૩ વર્ષથી વોન્ટેડ રાકેશ બામણીયા પકડાયો

એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડે મધ્યપ્રદેશમાંથી દબોચી લીધો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૨ : મોરબી તાલુકાના ગામમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મના ગુન્હામાં આરોપી ત્રણ વર્ષથી નાસતો ફરતો હોય જે આરોપીને એલસીબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લીધો હતો.  મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે રાકેશ બામણીયા નામનો ઇસમ અપહરણ કરી ગયો હોય જે અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને અપહરણ તેમજ દુષ્કર્મના ગુન્હામાં આરોપી રાકેશ રણસિંહ બામણીયા રહે અલીરાજપુર એમપી વાળો ત્રણ વર્ષથી નાસતો ફરતો હોય જેને અલીરાજપુર તેના વતનમાંથી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરી એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના હીરાભાઈ ચાવડા, પોલાભાઈ ખાંભરા, ચંદ્રકાંતભાઈ વામજા, કૌશિકભાઈ મારવણીયા, જયવંતસિંહ ગોહિલ, જયેશભાઈ વાઘેલા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, સહદેવસિંહ જાડેજા સહિતની ટીમે કરી હતી.

(12:52 pm IST)