Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

પોરબંદરમાં સરકારી દવાખાના, મીડલ સ્કૂલની દિવાલો ધરાશાયી સુભાષનગરમાં ઘરમાં પાણી ઘૂસ્યાઃ ફોદાળા-ખંભાળા ડેમોમાં ૩ાા ફૂટ નવું પાણી

મધદરિયે ઉછળતા મોજાઃ આજે પણ ધાબડીયુઃ પોરબંદર-૪ાા, રાણાવાવ-૫, કુતિયાણામાં ૨ાા ઇંચ વરસાદ

પોરબંદરમાં સરકારી દવાખાના અને મીડલ સ્કુલની તૂટી ગયેલ દિવાલો અને સુભાષનગરમાં ઘરમાં પાણી ઘૂસી જતાં લોકોએ ઘરવખડી બહાર કાઢવી પડી હતી. તે તસ્વીરો.(તસ્વીરઃ સ્મિત પારેખ.પોરબંદર)

પોરબંદર, તા.૨૨: પોરબંદર જિલ્લામાં ગઇ કાલે સવારથી શરૂ થયેલ વરસાદ સમયાંતરે મોડી રાત્રી સુધી ચાલુ રહેલ હતો અને સરેરાશ અઢીથી પાંચ ઇંચ વરસાદ પડી ગયો હતો. પોરબંદર શહેરમાં સાડા ચાર ઇંચ રાણાવાવમાં પાંચ ઇંચ તથા કુતિયાણામાં અઢી ઇંચ વરસાદ પડી ગયો હતો.

પોરબંદર શહેરમાં ભારે વરસાદમાં ગાયવાડીનું સરકારી દવાખાનું ,મીડલ સ્કુલની દિવલા ધરાશાયી થઇ ગઇ હતી. જાન હાનિ થઇ નથી.સુભાષનગરમાં વરસાદના પાણી નિકાલના અભાવે ઘરમાં પાણી ઘુસી ગયેલ.જેના કારણે અનાજ સહિત ઘરવખરીને નુકસાન થયું હતું.

શહેરના નીચાણવાળા વિસ્તારો નગીગદાસ મોદી રોડ, ગોઢાણિયા સ્કુલથી છાંયા રોડ, ખાદી ભવન, હનુમાન ગુફા, વીરડી પ્લોટ, સુદામા ચોકમાં પાણી ભરાય ગયેલ હતા.

જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર ૯૦ મી.મી. (૧૩૬ મીમી), રાણાવાવ ૮૫ મીમી (૧૭૦ મીમી), કુતિયાણા ૬૧ મીમી (૧૮૯ મીમી), એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૧૦૩.૫ મીમી (૧૩૯.૭ મીમી) ખંભાળા જળાશય ૬૭ મીમી (૧૦૬ મીમી) હાલ સપાટી ૨૦.૩ ફુટ (નવુ પાણી સાડા ત્રણ ફુટ) ફોદાળા જળાશય ૧૩૨ મીમી (૧૯૫ મીમી) હાલ સપાટી ૨૮.૫ ફુટ (નવુ પાણી સાડા ત્રણ ફુટ) નોંધાયેલ છે.એરપોર્ટ હવામાન કચેરી મુજબ ગુરૂતમ ઉષ્ણતામાન ૨૯.૨ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણતામાન ૨૬.૧ સે.ગ્રે. ભેજ ૮૫ ટકા, પવનની ગતિ ૭ કિ.મી., હવાનું દબાણ ૧૦૦૨.૨ એચ.પી.એ સુયોદય ૬.૧૦ તથા સુર્યોસ્ત ૧.૩૭ મીનીટે.

(12:50 pm IST)