Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

ધ્રોલમાં યુવા કોંગી દ્વારા કિટ વિતરણ

 ધ્રોલ : તાલુકામાં લતીપુર ગામે કોંગ્રેસની રાષ્ટ્રીય યુવા નેતા રાહુલગાંધીના જન્મદિવસ નિમિતે જામનગર જીલ્લામાં યુવા કોંગ્રેસના ઉપ પ્રમુખ શનીભાઇ આચાર્ય, ભગીરથભાઇ ગોહિલ તથા મહાવીરસિંહ જાડેજા દ્વારા કોરોના ન્યાય કિટનું વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ધ્રોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ કોંગ્રેસના હોદેદારોએ હાજરી આપીને આ કોરોના મહામારી અંગે માર્ગદર્શન આપીને કોરોના થી સંક્રમિતથી બચવા માટેની જાણકારી આપી હતી. (૨૫.૨)

(11:58 am IST)