Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

હિરણ-સરસ્વતી-કપિલા સરિતાના સંગમ તટે ભાવિક પંડિતોએ અનુષ્ઠાન ધ્યાન કર્યુ

પ્રભાસના પ્રાચીન સૂર્ય મંદિર ખાતે દશનામ ગોસ્વામી સાધુ સમાજે ગ્રહણ પ્રસંગે ધ્યાનમય બની સૂર્ય મંત્રજાપ કર્યા

 પ્રભાસ પાટણ  તા. રર :.. કરોડો ભાવિકોના આસ્થા કેન્દ્ર સોમનાથ-પ્રભાસ તીર્થ ખાતે સદીનું મહાા સૂર્યગ્રહણ નિમીતે સોમનાથના પાવનકારી ર્તીથ તટો-મંદિરો શ્રધ્ધાળુ ભાવિકોના જપ-તપ-અનુષ્ઠાન ઉપાસના અને ઇસ્ટ દેવના સ્મરણ તથ પવિત્ર ત્રિવેણી સંગમ સ્નાન સાથે ભકિત ચેતનામય બન્યા, પ્રભાસના હિરણ-સરસ્વતી-કપીલા સરિતા જયાં સાગરને મળે છે તેવા પવિત્ર ત્રિવેણી સંગમે મિલનભાઇ જોશી તથા અનેક પંડિતોએ જપ-તપ-અનુષ્ઠાન સાથે ઇશ્વર આરાધના કરી.

પ્રભાસના પ્રાચીન-પૌરાણીક સૂર્ય મંદિરે દશનામ ગોસ્વામી સાધુ સમાજે કંકણાકાર સદીના મહાન સૂર્યગ્રહણ પ્રસંગે ભગવાન સૂર્યદીપ અને રાંદલ માતાજી સાનિધ્યે સૂર્ય મંત્ર જાપ, સાધના-ઉપાસના કરી જે મંત્ર 'રી આદિત્યં ભાસ્કરં ભાનુ રવિ સૂર્ય દિવાકરં, ષડ નામાનિ સ્મરે નિત્યં મહા પાતક નાશનમ' એવા ૧૦૮ કવચ ધરાવતા મંત્રો જાપ કરી સમગ્ર વિશ્વ - દેશ કોરોના મહામારીથી મુકિત મળે તેવી પ્રાર્થના કરી તેમ સૂર્ય મંદિર ખાતે મહેષગીરી ગોસ્વામી, શૈલેષગીરી ગોસ્વામી, ગીરીશગીરી અને કાન્તીગીરી ગોસ્વામીએ જણાવ્યું ૧૯ માર્ચ બાદ પ્રથમ વખત સોમનાથ મહાદેવ મંદિર સવારે ૬ વાગ્યે આજના દિવસ પુરતુ ખુલ્યું હાલ સવારે ૭-૩૦ વાગ્યે ૮ જૂનથી દર્શન પ્રવેશ છે.

(11:54 am IST)