Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

ખંભાળીયામાં રૂ.૩૫૫.૯૪ લાખના ખર્ચે તૈયાર થયેલ આર.ટી.ઓ કચેરીનું ઇ-લોકાર્પણ કરતા વિજયભાઇ રૂપાણી

દેવભૂમિ દ્વારકા તા.૨૨: દેવભૂમિ દ્વારકા જિલ્લાની નવી બનેલ આર.ટી.ઓ. કચેરીનો ઇ-લોકાર્પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રૂ.૩૫૫.૯૪ લાખના ખર્ચે તૈયાર આર.ટી.ઓ. કચેરીનું લોકાર્પણ સમારોહ યોજાયો હતો.

ગુજરાત સરકારશ્રીના લોકાભિમુખ વહીવટને લઇ રાજયમાં થયેલ નવા-૭ જિલ્લા પૈકી દેવભૂમિ દ્વારકા જિલ્લાને જામનગર જિલ્લામાંથી વિભાજીત કરી ખંભાળીયા, કલ્યાણપુર, ભાણવડ તથા દ્વારકા (ઓખામંડળ) તાલુકાનો સમાવિષ્ટ કરવામાં આવેલ. જેમાં નવરચિત જિલ્લામાં ક્રમાનુસાર તમામ વહીવટી સેવાઓ પ્રજાજનોને સ્થાનિક કક્ષાએ મળી રહે તેવા હેતુથી સરકારી કચેરીઓની શરૂઆત કરતા જિલ્લાના લોકોને લગતી સુવિધાઓ ઉભી કરવાના હેતુસર તા.૨૯-૫-૨૦૧૫થી એ.આર.ટી.ઓ. કચેરીની ભાડાના મકાનમાં શરૂઆત કરવામાં આવેલ. ત્યારબાદ સરકારશ્રી દ્વારા કુલ. રૂ.૪૯૯.૩૬૪ લાખ કચેરીના નવા મકાન બનાવવા માટે તાંત્રીક મંજુરી આપવામાં આવેલ જે પૈકી રૂ.૩૫૫.૯૪ લાખના ખર્ચે મકાન બાંધકામ થયેલ છે. જેનુ કુલ ક્ષેત્રફળ ૧૪૯૭.૭૫ ચો.મી. છે.

નવનિર્મીત આર.ટી.ઓ. કચેરી ખાતે જ જિલ્લાના લોકોને કાચા-પાકા લાયસન્સ, ડુપ્લીકેટ લાયસનસ તેમજ લાયસન્સ રીન્યુઅલ અને રીપ્લેસમેન્ટ ઓફ લાયસન્સની ફેશલેસ સુવિધા આપવામાં આવશે. નવનિર્મીત કચેરી ખાતે અધતન ઓટોમેટેડ ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક પણ બનાવવામાં આવેલ છે. જેથી દ્રિચક્રી તેમજ હળવા મોટર વાહનોના ટેસ્ટ આધુનિક પધ્ધતિ દ્વારા લઇ શકાશે. લોકોની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે જેવીકે નવા વાહનોનું રજીસ્ટ્રેશન,રી-રજીસ્ટ્રેશન, ટ્રાન્સપોર્ટ વાહનોનું ફીટનેશ, વાહનની તબદીલી, વાહનમાં બોજો દાખલ કરવો તેમજ ડુપ્લીકેટ આર.સી.બુક અને વાહન પરનો બોજો દુર કરવાની(ફેશલેસ) સુવિધા ઉપલબ્ધ રહેશે. લોકોના ચલણનો દંડ પણ સીંગલ વિન્ડોથી વસુલાત કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે જે વસુલાત એ.ટી.એમ. કાર્ડ કે ક્રેડીટ કાર્ડ દ્વારા પણ(ફેશલેસ) કરી શકાશે.

આ તકે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, રાજય સરકાર સામાન્ય લોકો માટે પરિવહનની સુવિધાઓને વધુ આધુનિક અને આધુનિકતા સાથે નવીનતમ ટેકનોલોજી અને વધુ ગુણવત્ત્।ાસભર બનાવવાની નેમ છે.

(11:52 am IST)