Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

ભારતમાં ગ્રહણની પ્રથમ શરૂઆત સવારે ૯:૫૭ના કોટેશ્વરથી થઇઃ કચ્છ સુર્યગ્રહણ નિહાળી ઝૂમી ઉઠ્યુ

ભુજ,તા.૨૨:૨૦૨૦ના પ્રથમ સૂર્યગ્રહણને કચ્છના ખગોળ રસિકોએ માણ્યો હતો. સ્ટારગેઝીંગ ઇન્ડિયા તરફથી ગ્રહણ નિહાળવા માટે ખાસ ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવેલ હતી જેનો લાભ કચ્છ, ગુજરાત તથા દેશ વિદેશના લોકોએ લીધો હતો. ભારતમાં ગ્રહણની પ્રથમ શરૂઆત સવારે ૦૯ૅં૫૭ કલાકે કચ્છના કોટેશ્વર ખાતેથી થઇ હતી. પરંતુ સવારે વાદળા અને વરસાદી ઝાપટાંને કારણે ખગોળ રસિકોમાં ઉચાટનો માહોલ હતો પરંતુ બપોરના ૧૧:૦૦ વાગ્યા બાદ આશા બળવત્ત્।ર બની હતી અને છુટા છવાયા વાદળો વચ્ચે બરોબર ૧૧:૩૩ મીનીટે મહત્ત્।મ ગ્રહણ દેખાતાં લોકોમાં ઉત્સાહનો સંચાર થયો હતો. તેમ સ્ટારગેઝીંગ ઇન્ડિયાના નરેન્દ્ર ગોરએ જણાવ્યું હતું. સૂર્યનો ૮૦્રુ જેટલો ભાગ ગ્રસિત થઇ ગયો હતો. ખરા બપોરે સાંજ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. પક્ષીઓ – પ્રાણીઓનું વર્તન ખાસ નોધવા લાયક હતું. કચ્છ યુનીવર્સીટીના જીઓલોજી વિભાગના ડો. મહેશ ઠક્કર, નિશાંત ગોરે લોકોના ગ્રહણ, ગ્રહણની સંભવિત અસરો, ભૂકંપ, માન્યતાઓ બાબતે સવિસ્તાર માર્ગદર્શન આપ્યું હતું. કંકણાકૃતિ સૂર્યગ્રહણ દરમ્યાનની વિવિધ અવસ્થાઓની ફોટોગ્રાફી, પીન હોલ કેમેરાની મદદથી ગ્રહણનું નિદર્શન, ટેલીસ્કોપ દ્વારા સૂર્યનું પ્રોજેકશન, સોલાર ફિલ્ટરનું વિતરણ, ફિલ્ટરયુકત ટેલીસ્કોપનું સંચાલન, મિરરબોલ પ્રોજેકશન કરવામાં આવ્યું હતું. જેની વ્યવસ્થા ભવ્ય ઠક્કર, કિશન સોલંકી, દર્શ મહેતા, સ્વાતી ગોર, સાગર ભોઈયા, દયારામ જણસારી, તપન સોલંકી, મહેક ગોર વિગેરે એ સંભાળી હતી.તેમ નિશાંત ગોર, ટીમ સ્ટારગેઝીંગ ઇન્ડિયાએ જણાવ્યું હતું. (તસ્વીર-અહેવાલઃ વિનોદ ગાલા.ભુજ)

(12:00 pm IST)