Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

સુરેન્દ્રનગર જીલ્લાના ખેડૂતો પાક વિમાની માંગણી સાથે ઉપવાસ પર

 વઢવાણઃ જગતતાત ડીજીટલ આંદોલન સમિતિ દ્વારા વોટ્સએપ , ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ, ટીકટોક, દ્વારા સરકાર સામે આંદોલન છેડ્યું હતું અને જગતતાત ડીજીટલ રેલી યોજીને તમામ જીલ્લા અને તાલુકા ના ગૃપ બનાવીને ગુજરાત ભર ના ખેડૂતો હાલ એક લાખની સંખ્યા માં જોડાયા છે. મુખ્ય ત્રણ માંગ સરકાર સામે મુકી જગતતાત મોરચો માંડયો છે (૧) પાકવિમો ૧૦૦% ચુકવી આપો (૨) ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરો (૩) પોલીસ દ્વારા પાલભાઈ આંબલીયા ખેડૂત આગેવાનને મારમારેલ તેનો ન્યાય આપો.  આ મુખ્ય ત્રણ માંગણી સરકાર સામે કરી ખેડૂતો ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.જગતતાત ડીજીટલ આંદોલન સમિતિ માં ગુજરાતભરના ખેડૂત આગેવાનો અને ખેડૂત સંગઠનો એક મંચ થયા છે અને હાલ કોરાના ના કારણે લોકડાઉન જેવી પરિસ્થિતિ માં ખેડૂતો એ ડીજીટલ આંદોલન થકી નવતર પ્રયોગ હાથ ધરી સરકાર સામે ઉપવાસ આંદોલન છેડ્યું છે મુળી તાલુકાનાં દૂધઈ ગામે ઉપવાસ પર બેઠેલા જગતતાત ની મુલાકાતે ચોટીલા ધારાસભ્ય ઋત્વિક ભાઈ મકવાણા આવેલ હતા અને ખેડૂતોને લડતમાં સાથે રહેશે તેમ જણાવ્યું હતું. (તસ્વીરઃ ફઝલ ચૌહાણ.વઢવાણ)

(11:49 am IST)