Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

સુરેન્દ્રનગર કોંગ્રેસ દ્વારા ગંદકી સામે અનોખો વિરોધ

જે સ્થળે ગંદગી ભરાતી હતી ત્યાં બેનરો લગાવી નબળી કામગીરી ને ઉજાગર કરવામાં આવી.

વઢવાણ,તા.૨૨ : વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ દ્વારા રોગથી મુકિત મેળવવા માટે જે રીતે પ્રયાસો થઈ રહ્યા છે તેની સાથે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક નવતર પ્રયોગ આજે બેનર લગાવીને કરવામાં આવ્યો કોંગ્રેસ સમિતિ ટીમ દ્વારા સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા  વરસાદી પાણીના નિકાલ- રોડ ઉપર ગટરના ગંદા પાણી- અને શહેરમાં ઠેરઠેર કચરાના ઢગલાઓ ની ફરિયાદ તંત્રને અનેક વખત કરવા છતાં કોઈ કાયમી નિકાલ ન આવવાના કારણ સુરેન્દ્રનગરમાં જયાં કચરાના ઢગલા હોય ત્યાં કોંગ્રેસ સમિતિ દ્વારા આ પ્રકારના બેનર લગાડી લગાડો બેનર-હટાવો કચરો અભિયાન શરૂ કરેલ છે.

અભિયાન દરમિયાન સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ કમલેશ કોટેચા જિલ્લા પ્રવકતા સાહિર સોલંકી, જીલ્લા મહા મંત્રી રોહિત પટેલ ,કિસાન સમિતિ અલ્પેશ ગાબુ, સોશિયલ મીડિયાના શાહરૂખ પઠાણ, રમેશભાઈ ધોળકિયા વગેરે ગંદુ શહેરમાંદુ શહેર સુરેન્દ્રનગર પોસ્ટર લગાડી અનોખો વિરોધ નોંધાવ્યો હતો અને અગામી સમયમાં જયાં જયાં આવી ગંદકી હશે આ વિરોધ ચાલુ રહેશે પોસ્ટર લગાડી, સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિ ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

(11:48 am IST)