Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

ગોંડલના શેમળા અને વિંઝીવડ ગામે જૂગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકીઃ ૧૭ શખ્સો પકડાયા

શેમળામાં ગીરીરાજસિંહની વાડીમાં જયંતી સદાદીયા અને દિલાવર ઠેબા જૂગાર રમાડતો'તાઃ વિઝીંવડમાં સંજય ડેરે વાડીમાં જૂગારનો અખાડો ચાલુ કર્યો હતોઃ પ.૮૩ લાખનો મુદામાલ કબ્જે : શેમળા ગામે રૂરલ ક્રાઇમ બ્રાંચે પાડેલ દરોડામાં રાજકોટના ૩ શખ્સોનો પણ સમાવેશઃ વિંઝીવડમાં તાલુકા પોલીસનો દરોડો

રાજકોટ તા. રર :.. ગોંડલના શેમળા અને વિઝીંવડ ગામે વાડીમાં ચાલતા જૂગારના હાટડા ઉપર તાલુકા પોલીસે રેઇડ કરી જૂગાર રમતા ૧૭ પતાપ્રેમીઓને પ.૮૩ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના શેમળા ગામની સીમમાં ગીરીરાજસિંહ વિક્રમસિંહ જાડેજાની વાડીમાં જયંતી સદાદીયા તથા દિલાવર ઠૈબા બહારના માણસોને બોલાવી જૂગાર રમાડતો હોવાની બાતમી મળતા એલ.સી.બી.ના પી.આઇ. એમ. એન. રાણા તથા હેડ કો. અનીલ ગુજરાતી સહિતના સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા વાડી માલીક સહિત ૯ શખ્સોને રોકડા રૂ. ૧,૩૦,૯૦૦ મો. ફોન તથા વાહન મળી કુલ ૪.પ૧ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

જુગાર રમતા પકડાયેલ શખ્સોમાં વાડી માલીક (૧) ગીરીરાજસિંહ વિક્રમસિંહ જાડેજા રહે. શેમળા, (ર) જયંતી ભોવાનભાઇ સદાદીયા રહે. ગોંડલ, ભગવતપરા શેરી, નં. ૧૩-૧૪ નો ખુણો, (૩) દિલાવર ઉર્ફે દિલોકાદરભાઇ ઠેબા રહે. ગોંડલ, હવેલી શેરી, (૪) રસીદ ઉર્ફે દાદુભાઇ ઉમરભાઇ મલેક રાજકોટ જંગલેશ્વર શેરી નં. ૩૦, આઝાદ ચોક બાબરીયા કોલોની શેરી નં. ૩ આસીફભાઇના મકાનમાં, (પ) સંજય વેલજીભાઇ પેઢલીયા રહે. મોટી મેંગણી ગામ તા. કોટડાસાંગાણી, (૬) રવીરાજ જયુભાઇ રાઠોડ રાજકોટ, મવડી પ્લોટ, ગરબી ચોક પાસે, (૭) ધર્મેશ નાનજીભઇ બાબરીયા રહે. હાલ રાજકોટ, ગુરૂપ્રસાદ ચોક, નવલનગર શેરી નં. ૬-ભુપતભાઇના મકાનમાં મુળ ગામ ચાંચકવડતા ઉના, (૮) સુનીલ દિલાભઇ સોંદરવા ર૬ રહે. રાજકોટ, ગુરૂપ્રસાદ ચોક નવલનગર શેરી નં. ૬ ભુપતભાઇના મકાનમાં મુળગામ મોઠાતા ઉના તથા (૯) અમીત જયંતીભાઇ પડારીયા રહે. ગોંડલ, બસ સ્ટેશન પાછળ, ગાયત્રીનગર મેઇન રોડનો સમાવેશ થાય છે. પકડાયેલ તમામને ગોંડલ તાલુકા પોલીસના હવાલે કરાયા હતાં.

બીજા દરોડામાં ગોંડલ તાલુકાના પી. એસ. આઇ. ટી. એસ. રીઝવી સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હોય જે દરમ્યાન પો. કોન્સ. કૃષ્ણરાજસિંહ જાડેજા તથા મહિપાલસિંહ ચુડાસમાનાઓની સંયુકત બાતમીના આધારે વિંઝીવડ ગામે રહેતા સંજયભાઇ લખુભાઇ ડેર પોતાના કબ્જા ભોગવટાની વાડીએ બહારથી માણસો ભેગા કરી અને જૂગારનો અખાડો ચાલુ હોય જે આધારે સદરહુ જગ્યાએ રેઇડ કરતા જૂગાર રમતા કુલ આઠ ઇસમોને કુલ રૂ. ૭૬૩૦૦ તથા મો. નંગ ૭ કિ. રૂ. ૩૧પ૦૦ તથા બે મોટર સાયકલ કિ. રપ૦૦૦ મળી કુલ કિ. રૂ. ૧૩ર૮૦૦ ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.

જૂગાર રમતા પકડાયેલ શખ્સોમાં વાડી માલીક (૧) સંજય લખુભાઇ ડેર રહે. વિઝીવડ, (ર) હરસુખ રણછોડભાઇ સાવલીયા રહે. વિઝિંવડ, (૩) વિનુ ખીમજીભાઇ રાઠોડ રહે. વિંઝિવડ (૪) રાજુ અરજણભાઇ ગરણીયા રહે. વિઝીવડ, (પ) પંકજ ઠાકરશીભાઇ ભુવા રહે. સ્ટેશન વાવડી તા. જેતપુર, (૬) મેહુલ ભીખુભાઇ ખોરાસીયા રહે. સ્ટેશન વાવડી, (૭) વિજય વિક્રમભાઇ ખોરાસીયા રહે. સ્ટેશન વાવડી તા. જેતપુર તથા (૮) લાલજી નાનજીભાઇ ઉંધાડ જાતે પટેલ રહે. સ્ટેશન વાવડી તા. જેતપુરનો સમાવેશ થાય છે. તમામ સામે ગુન્હો દાખલ કરી ધોરણસરની કરાઇ હતી.

(11:47 am IST)