Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

સડક પીપળીયા પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત : ફોર વ્હીલ ચાલક સામે ગુનો

રાજકોટ, તા. રર : ગોંડલના સડક પીપડીયા ગામ પાસે વાહન અકસ્માતમાં બિહારી યુવાનનું મોત નિપજયું હતું. પોલીસે ફોર વ્હીલ ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ બિહારના રેપુરા ગામનો હાલ ગોંડલના સડક પીપડીયા ગામમાં રહેતા અને શ્રીરાજ કાસ્ટેક પ્રા.લી. નામના કારખાનામાં કામ કરતા જીતેન્દ્ર દરોગાભાઇ ચૌધરી અને તેનો મિત્ર સંતોષ શીવપ્રસાદરામ બંને ગત તા.૧૪ના રોજ બાઇક પર કારખાનેથી ઘરે જતા હતાં ત્યારે  સડક પીપડીયા પાસે જીજે-૩-ઇએલ ૬૩૯૦ નંબરની કારે બાઇકને હડફેટ લેતા સંતોષ શવિશપ્રસાદરામનું મોત નિપજયું હતું. જયારે મિત્ર જીતેન્દ્ર દરોગાભાઇ ચૌધરીને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે ગઇકાલે જીતેન્દ્ર ચૌધરીની ફરીયાદ પરથી કાર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી પીએસઆઇ ટી.એ.  એસરીઝવીએ તપાસ હાથ ધરી છે.

(11:46 am IST)