Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

યોગાએ માત્ર કસરત નથી, એક વિચાર છેઃ નરેશભાઇ

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા વર્ચ્ચુઅલ યોગા કાર્યક્રમ

રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જો કે, આ વર્ષે કોરોના વાઇરસની મહામારીના કારણે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા વર્ચ્યુઅલ યોગા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. લોકો દ્યરમાં રહીને યોગા કરી શકે અને તે અંગેનું જરૂરી માર્ગદર્શન મેળવી શકે તે માટે સવારે ૬:૩૦ કલાકથી શ્રી ખોડલધામ ટ્રસ્ટના ઓફિશિયલ ફેસબુક પેઈજ પર સમગ્ર કાર્યક્રમ લાઈવ કરવામાં આવ્યો હતો. 

 વર્ચ્યુઅલ યોગા કાર્યક્રમના પ્રારંભે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે સૌને આંતરરાષ્ટ્રીય યોગા દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, યોગા એ માત્ર કસરત નથી પરંતુ એક વિચાર છે, યોગાને આપણે સંપૂર્ણ રીતે જીવનમાં ઉતારીએ. આજે વિશ્વભરમાં ખુબ જ મોટી આફત આવી છે ત્યારે આ આફત ઝડપથી દૂર થાય તેવી મા ખોડલ અને દેવોના દેવ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ. યોગા દ્વારા આપણું જીવન અને સ્વાસ્થ્ય ખુબ સારું બને તેવી મા ખોડલને પ્રાર્થના.

(11:45 am IST)