Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

અમાસ દરમ્યાન કચ્છના દરિયામાં 'ડ્રગ્સની ભરતી': અ..ધ...ધ.. ૩૯૭ પેકેટ કબ્જે ગુજરાત ડ્રગ્સનું 'હબ' બને તે પહેલા સપાટો બોલાવાની જરૂરઃ ૬ કરોડની કિંમતનું ૪૦૦ કિલો ચરસ ઝડપાતાં ખળભળાટ

ઓખા-ભુજ,તા.૨૨ર્:પંજાબ પછી ડ્રગ્સ માફિયાઓની નજર હવે ગુજરાત ઉપર છે, એવી આશંકાને હકીકતમાં સર્જતી પરિસ્થિતિ કચ્છમાં એક જ દિ'માં ઝડપાયેલા ડ્રગ્સના જથ્થાએ દર્શાવી છે.

ગઈકાલે અમાસના દિવસે કચ્છના દરિયામાં 'ડ્રગ્સ ભરતી' આવી હોય તેમ અલગ અલગ સુરક્ષા એજન્સીઓએ જખૌ અને માંડવી વચ્ચેથી ચરસના ૩૯૭ પેકેટ કબ્જે કર્યા હતા. ૬ કરોડનો ચરસનો આ જથ્થો બિનવારસુ ઝડપાયો છે. જેમાં પશ્યિમ કચ્છ પોલીસે ૨૦૬ પેકેટ, સ્ટેટ આઈબીએ ૫૯, કોસ્ટગાર્ડ ૩૪, મરીન ટાસ્ક ફોર્સ ૧૮, બીએસએફ ૨૦ એમ કુલ મળીને ૩૯૭ પેકેટ ઝડપાયા છે.

હમણાં થોડા સમય પહેલાં જ જખૌ ઉપરાંત દ્વારકા પાસેના દરિયામાંથી ચરસનો મોટો જથ્થો ઝડપાઇ ચુકયો છે ત્યારે કેન્દ્ર અને રાજય સરકાર દરિયાઈ સરહદ ઉપર થતી ડ્રગ્સની હેરાફેરી તરફ કડકાઈભરી કામગીરી કરે તે જરૂરી છે. (તસ્વીર-અહેવાલઃ વિનોદ ગાલા.ભુજ)

(11:44 am IST)