Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

દ્વારકામાં વરસાદી વાતાવરણથી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો

દ્વારકા તા. ૨૨ : દ્વારકા દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. ભડકેશ્વર મહાદેવના મંદિરે જાણે કુદરતી જલાભિષેક થતો હોય એવું વાતાવરણ સર્જાયું હતું. દ્વારકાની પવિત્ર ગોમતી નદી પણ બે કાંઠે વહી હતી. દરિયામાં કરંટ જોવા મળતા ૧૦ ફુટ ઉંચા મોજા ઉછળ્યા હતા. દ્વારકામાં ૩ ઇંચ વરસાદ પડયો હતો.

(11:44 am IST)