Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

સદીનું લાંબુ સૂર્ય ગ્રહણ :

વાંકાનેર : સૂર્યગ્રહણ એક તો ખગોળ શાસ્ત્રીઓ માટે અને ફોટોગ્રાફરો માટે રોમાન્સનો વિષય હોય છે. ગુજરાતના વિખ્યાત ફોટો જર્નાલિસ્ટ ભાટી એન. આ સૂર્ય ગ્રહણને બેનમૂન, અદભુત રીતે તેની અસંખ્ય તસ્વીરો કિલક...કિલક.. કરી હતી. સૂર્ય પૃથ્વીથી હજારો કિલો મીટર દૂર આવેલ છે....! તેમ છતાં ગોળાકાર સૂર્યને જોવા માટે અને તેની સાવ નજીકથી તસ્વીર લેવા માટે એક તો સારા અત્યાધુનિક કેમેરા જોઇએ સંગાથે વિશાળ ટેલીલેન્સ જોઇએ અને ખાસ ડાર્ક રંગનું ફિલ્ટર જોઇએ જેથી ચમકતો સૂર્ય શાંત અને સ્પષ્ટ રીતે જોઇ શકાય અને ખાસ લેન્સ આગળ આ ફિલ્ટર રાખીને જ કેમેરાના વ્યૂફાઇન્ડરમાંથી જોવું જોઇએ આ બધી તકેદારીને સીધો કેમેરો આકાશ સામે રાખતા શરીરનું બેલેન્સ પણ જાળવું જોઇએ જેથી સૂર્ય તસવીર લઇ શકાય ભાટી એન ફોટો જર્નાલિસ્ટે ટાઇમ સાથે ડબ્બેથી પ્રથમ ૧૦.ર૮ સેકન્ડ ૧૧.પ થર્ડ, ૧૧.ર૯ ફોર્થ ૧૧.પ૭ ફાઇવ ૧ર.૩૩ સુધીની પાંચ તસ્વીરો સૂર્ય ગ્રહણની આપી છે.

(11:43 am IST)