Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

ઉપલેટા ૧ અને ગામડામાં ૧ાાથી બે ઇંચ ઉમિયાસાગર ડેમનું ૧ પાટીયું ખોલ્યુ

ઉપલેટા, તા. રર પરમ દિ' રાત્રે ર વાગ્યે શરૂ વરસાદ ગઇ સાંજના ૪ વાગ્યે સુધી હળવા ભારે ઝાપડા પડેલ હતાં જેમાં રાત્રેથી સવારના ૭ વાગ્યા સુધી ૩ મી.મી. વરસાદ નોંધાયેલ હતો. બાદમાં દિવસના ૭ વાગ્યા સુધીનો રપ મી.મી. પડેલ હતો. કુલ વરસાદ ર૮ મી.મી. નોંધાયેલ છે. મોસમનો કુલ વરસાદ ૯૦ મી.મી. નોંધાયેલ છે. તાલુકાના મોજ ડેમ ઉપર ૧૮ મી.મી. વરસાદ પડેલ છે. મોસમનો કુલ વરસાદ ૮૦ મી.મી. પડેલ છે. જયારે વેણુ-ર ડેમ ઉપર ૩પ મી.મી. વરસાદ નોંધાયેલ છે. ગઇકાલે જામજોધપુર તાલુકાના સીદસર મંદિર પાસે ઓવલ ઉમિયા સાગર ડેમમાં નવાનીરની આવક થતાં આજે ૧ પાટીયું ખોલવામાં આવેલ હતું.

તાલુકાના ગામડામાં વરસાદ પડેલ હતો જેમાં કોલકીમાં ૦ાા ઇંચ, મોટી પાનેલીમાં ૧ાા ઇંચ, ખારસીયા શહીદ ૧ ઇંચ, ભાયાવદરમાં ૦ાા ઇંચ, ગઢાળા ૦ાાા ઇંચ, વરજાંગ જાળીયામાં ૧ ઇંચ વરસાદ પડેલ હતો. તાલુકામાં વાવણી બાદ સમયસર વરસાદ પડતા ખેતરમાં પાકને ઘણો ફાયદો થયેલ છે.

(11:42 am IST)