Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

કાલે અષાઢી બીજઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં રથયાત્રા રદ

કોરોના મહામારીના કારણે સાદાઇથી ઉજવણી કરાશેઃ મંદિરોમાં ભીડ એકઠી નહિં થવા દેવાય

ભાવનગરમાં ભગવાન જગન્નાજથી નેત્રોત્સવ વિધિઃ કોરોનાને કારણે આ વર્ષે ભાવનગરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા નહિ નીકળે પરંતુ તમામ ધાર્મિક વિધી મંદિરના સંકુલમાં યોજવામાં આવશે જગન્નાથજી મંદિર ખાતે નેત્રોત્સવ વિધિ યોજાઇ હતી (તસ્વીર વિપુલ હિરાણી)

રાજકોટ તા. રર : અષાઢી બીજની રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં દર વર્ષે ભવ્યતાથી ઉજવણી કરવામાં આવતી હોય  છે પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે તમામ જગ્યાએ રથયાત્રા સહિતના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

ભાવનગર

ભાવનગરઃ દર વર્ષની પરંપર મુજબ સ્વ. શ્રી ભીખુભાઇ ભટ્ટ પ્રેરીત અને શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા જછેલ્લા ૩૪ વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે તે મુજબ આ વર્ષે તા.ર૩/૬/ર૦ર૦ને મંગળવારના રોજ ૩પમી શ્રી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું.

હાલની કોરોનાની મહામરીને ધ્યાનમાં રાખી સર્વજન હિતાય, સર્વજન સુખાય માટે માત્ર ભગવાનનો રથ પરંપરા માર્ગો પર ભગવાનની નગર ચર્ચા માટે સરકારશ્રીની સંપૂર્ણ ગાઇડ લાઇનનું પાલન કરી રથયાત્રાનું ધાર્મિક મહત્વ જળવાય રહે તેવો નિર્ણય ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાંં આવેલ છે.

(11:43 am IST)