Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

જામનગરમાં કોરોનાનો રાફડો ફાટ્યો : વધુ ત્રણ કેસ પોઝિટિવ : એક જ દિવસમાં 7 કેસ:તંત્રમાં દોડધામ

કોરોના પોઝિટિવ કેસનો આંકડો 129 થયો : છ અન્ય જિલ્લાના સહીત 62 દર્દીઓ સારવાર હેઠળ

જામનગર : જામનગરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે આજે સાંજે વધુ ત્રણ કેસ પોઝિટિવ નોંધાયા છે ,આજે એક જ દિવસમાં કુલ 7 કેસ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે

  જામનગરમાં વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ આવેલ છે જેમાં ૫૧ વર્ષીય પુરુષ,( રહે, પંચેશ્વર ટાવર, વંડાફળી નં. -૨ )  ૨૫ વર્ષીય યુવાન,( રહે, પાંચ હાટડીવાળો ડેલો ) અને  ૫૫ વર્ષીય પુરુષ, પાંચ હાટડી ટેન્ક, જામનગર)  છે.જામનગરમાં કુલ કેસનો આંકડો 129 થયો છે જેમાં હાલમાં 62 દર્દીઓ સારવાર હેઠળ છે જેમાં છ અન્ય જિલ્લાના દર્દીઓ છે 

(11:00 pm IST)