Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

સ્થાનિક તમામ તંત્રને ઉંઘતુ રાખી રાજકોટ રેન્જના પાંચ જીલ્લાઓની અત્યાર સુધીની સૌથી મોટી ૧૪ કરોડ ૪૨ લાખ ૮૦ હજારની ખનીજચોરી ઝડપતી આર.આર.સેલ રાજકોટની ટીમ

ખાણ-ખનીજ ઉપર આર.આર.સેલ રાજકોટ રેન્જનો સપાટો

દેવભુમી દ્રારકા જીલ્લાના કલ્યાણપુર પો.સ્ટે. વિસ્તારમાંથી ગેરકાયદેસર ખનનની પ્રવૃતી કરતા આસરે અઢીકરોડના વાહનો (૩-એસ્કેવેટર તથા ૪-ડમ્પર) સાથે જમીન માલીક સહીત ૮(આઠ) આરોપીઓને  પકડીપાડી કરોડો રૂપીયાની ખનીજ ખનનની હેરાફેરી કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી  આર.આર.સેલ  દ્વારા કરાઈ છે
     રેન્જમાં ચાલતી ગેરકાયદેસર પ્રવતિ નાબુદ કરવા માટે શ્રી સંદીપ સિંહ સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્જ રાજકોટનાઓએ આર.આર.સેલના પો.સ.ઇ.શ્રી વી.બી.ચૌહાણ નાઓને કડક હાથે કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે પો.સ.ઇ.શ્રી તથા સ્ટાફના જયદેવસિહ જાડેજા, વિપુલભાઇ મોરી, કુલદિપસિહ જાડેજા, શિવરાજભાઇ ખાચર તથા કૌશીકભાઇ મણવર નાઓ કલ્યાણપુર પો.સ્ટે.ના ભાટીયા આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન મેવાસા ગામ ભોપામઢી વિસ્તારમાં ગામ સર્વે નં.૧૫૨માં ડાડુભાઇ પીઠાભાઇ કંડોરીયા ની માલીકીની જમીનમાં બ્રેકર, હીટાચી મસીન તથા ડમ્પરો વળે જમીનમાંથી ખનીજ કાઢી હેરાફેરી કરતા ૩-એસ્કવેટર તથા ૪-ડમ્પરો ના ડ્રાઇવરો (૧) વાલાભાઇ કુલજીભાઇ પરમાર (ર) ભાવેશભાઇ ગોવાભાઇ સુવા (૩) રમેશભાઇ ભીખાભાઇ કરંગીયા (૪) હમીરભાઇ નગાભાઇ કાંબરીયા (૫) મારખીભાઇ નેભાભાઇ બેલા (૬) રતનજીભાઇ હમીરભાઇ મોરી (૭) ધાધાભા રાયમલભા કુરાણી રહે. બધા તા.કલ્યાણપુર જી.દેવભુમી દ્રારકા વાળાઓને ઉપરોકત વાહનો સાથે કલ્યાણપુર પો.સ્ટે. ખાતે આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવા સારુ સોંપી આપેલ છે.

(8:48 pm IST)