Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

જામનગર ટીસી ચોરી કૌભાંડમાં આજે વીજીલન્સનો રીપોર્ટની શકયતાઃ બે ઇજનેરો સહિત પ સામે પગલા?!

કુલ ૩પ બંધ ટીસી ચોરાયા હતાઃ બે મહીનાથી તપાસ ચાલુ છેઃ સોમવારે મોટા ધડાકા-ભડાકા

રાજકોટ તા. રર :.. જામનગરમાં અંદાજે ર થી ૩ મહીના પહેલા વીજ તંત્રના ટ્રાન્સફોર્મર ચોરી કરવાનું કૌભાંડ પકડાયું હતું. આ બાબતે પોલીસ ફરીયાદ પણ થઇ હતી, એમડી શ્રી ભાવિન પંડયાએ વીજીલન્સની  આખી ટીમ જામનગર તપાસ માટે મોકલી હતી, બે મહીનાથી સતત તપાસ ચાલુ છે, દરમિયાન હાઇ લેવલ ઇજનેરોના ઉમેર્યા પ્રમાણે આજે વીજીલન્સનો રીપોર્ટ આવી જવાની શકયતા છે.

અત્રે એ નોંધનીય છે કે જામનગરમાં કુલ ૩પ જેટલા વીજ ટ્રાન્સફોર્મર ચોરીનું કૌભાંડ ખૂલવા પામ્યું હતું. જે બંધ ટીસી હોય અને તે ઉતારાયા ન હોય, તે ચોરી જવાયા હતા, આ બાબતે પોલીસ ફરીયાદ પણ થઇ હતી, આ પછી આજે રીપોર્ટ આવનાર હોય, આજે અથવા તો સોમવારે મોટા ધડાકા-ભડાકા થવાની અને પ થી ૬  વીજ કર્મચારીઓ ઝપટે ચડી જાય તેવા નિર્દેશો સાંપડી રહ્યા છે, આમાં બે તો વીજ ઇજનેર હોવાની ભારે ચર્ચા છે, એકાદ કોન્ટ્રાકટર પણ બ્લેક લીસ્ટમાં આવી ગયાના અહેવાલો છે. (પ-રર)

(4:30 pm IST)