Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ધોરાજીમાં કાગળ ઉપર ખેત તલાવડી બનાવી ઉચાપત કરવાના ગુનામાં સરકારી બાબુની જામીન અરજી રદ્દ

ધોરાજી તા. ૨૨ : ધોરાજી કાગળ ઉપર ખેત તલાવડી બનાવી રૂપિયા ચાઉ કરી જનારા સરકારી બાબુની જામીન અરજી  ધોરાજીની સેસન્સ કોર્ટના જજશ્રી દવે એ રદ્દ કરી હતી.

સરકાર દ્વારા ખેડુતોને પાણી સંગ્રહ કરવા માટે ખેત તલાવડી યોજના હોય એવુ લાગે છે વર્ષ ૨૦૦૯ / ૨૦૧૦ ની સાલમાં જામકંડોરણા તાલુકાના  બોરીયા ગામે રહેતા  ખેડુતની જમીન માં જે ખેડુતને ખેત તલાવડીની જરૂર નથી અને આ અંગે કોઇ અરજી અહેવાલ  હેઠળ નથી પણ ખેડુત હરેશભાઇ ઠાકરશીભાઇ કોળરીયાની જમીન ના ૭/૧૨ અને ૮/અ ના આધારો ગોતી તે સમયના ધોરાજી જમીન વિકાસ નિગમ લી. ના ધોરાજીની કચેરી ખાતે ફરજ બજાવતા ફિલ્ડ સુપર વાઇઝર જસવંતભાઇ મયુરભાઇ પટેલ હાલ નડિયાદ તથા અન્ય સરકારી બાબુઓ દ્વારા જામકંડોરણાના બોરીયા ગામે રહેતા ખેડુતની જમીનમાં કાગળ ઉપર ખેત તલાવડી બનાવી અંદાજે ૯૪૦૦૦/ હજાર જેટલા   ની રકમ ચાઉ કરી ગયેલ.

આ સમગ્ર પ્રકરણ ગુજરાત  એસીબીના વડા કેશવ કુમારે સમગ્ર ગુજરાતમાં થયેલ કાગળ ઉપર ખેત તલાવડીઓ પકડેલ અને આ તપાસના આધારે જામકંડોરણાના બોરીયા ગામે ખેત તલાવડી બનાવોમાં વપરાયેલ જેસીબી અને ટ્રેકટરોના ફેરા નાખેલ છે. તેવી વિગતો જણાવેલી હતી. આ વિગતોને આધારે આરટીઓ માં તપાસ કરતા ટ્રેકટરો અને જેસીબી ને બદલે લ્યુના સ્કુટરો અને રીક્ષાઓ તપાસના અંતે નિકળેલ હતા. આ ખેત તલાવડી બનાવી અને તેના બીલ બનાવવા હોય તો ઉચ્ચ અધિકારીઓની વિઝીટ કંપ્લીટેશન સર્ટી વગેરે બની સરકારી સહાય હડપ કરેલ હોય અને જેમા ધીરે ધીરે આરોપીઓ પકડાતા ગયા અને જામ કંડોરણાની બોરીયા ગામે પણ ખેત તલાવડી બનેલ છે.

આ અંગે તપાશો અને નિવેદનો લેવાયા અને બાદમાં આરોપી તરીકે પકડાયેલા જસવંત કુમાર મયુરભાઇ પટેલ નડીયાદવાળાની એસીબીના પીઆઇ સીજે સુરેજા અને એસીબીના મદદનીશ અધીકારી અજયસીંહ જાડેજા દ્વારા આરોપીની અટક કરી  કોર્ટમાં રજુ કરતા કોર્ટે ૨ દિવસના રીમાંડ મંજુર કરેલ અને રીમાંડ બાદ આરોપીઓ રેગ્યુલર જામીન અરજી કરતા ધોરાજી સેસન્સ કોર્ટમાં  સરકારી વકીલ કાર્તીકેય પારેખે દલીલો કરતા જણાવેલ કે આ ગુનો રાષ્ટ્રવિરોધી છે અને સરકારી કર્મચારી આવા ભ્રષ્ટાચાર આચરે તો સરકારી યોજના લોકો સુધી પહોચાડવાને બદલે અધિકારીઓ ચાવ કરી જાય કાગળ ઉપર કોઇપણ જાતના કાયદાના ભય વગર ખોટા કાગળ ઉપર ખેત તલાવડી બનાવી રકમ ચાઉ કરી જાય આ અધિકારી આરોપીની જામીન અરજી નામંજુર કરવી જોઇએ આ દલીલો માન્ય રાખી સેસન્સ જજ દવે એ આરોપીઓના જામીન અરજી રદ્દ કરેલી હતી. આ બનાવ અંગેની તાસ એસીબીના પીઆઇ સીજે સુરેશ અને એસીબીના અજયસીહ જાડેજા એ તપાસ ચલાવેલ હતી.(૧૭.૨)

(4:30 pm IST)