Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

શાપરમાં મિત્રને મળવા ગયેલા નેપાળી યુવાનનું બેભાન થઇ ગયા બાદ મોત

રાજકોટ તા. ૨૨: શાપર વેરાવળમાં જે. કે. પેકેજીંગ કંપની પાસે ઓરડીમાં રહેતો અને કારખાનામાં કામ કરતો કિશાન શ્રીસિંગ નેપાળી (ઉ.૩૫) ગઇકાલે બિન્દ્રા પેકેજીંગ પાસે મિત્રને મળવા ગયો ત્યારે અચાનક બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતક માતા પિતાનો એકનો એક પુત્ર હતો. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોતર અને ધીરેનભાઇ ગઢવીએ કાગળો કરી શાપર પોલીસને જાણ કરી હતી.

(11:27 am IST)