Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

૨૧ ગોલ્ડ મેડલ, ૭ સિલ્વર મેડલ, ૩ બ્રોન્ઝ મેડલ મેળવી યોગ ક્ષેત્રે દેશનું નામ રોશન કરનાર લારી ગામની ભારતીબેન સોલંકી

ખેડૂત પુત્રીને પ્રોત્સાહન પુરૂ પાડવા માંગ

કોડીનાર તા.૨૨: આજે સમગ્ર વિશ્વ જયારે વર્લ્ડ યોગ દિવસની ઉજવણી કરી રહયું છે ત્યારે યોગક્ષેત્રે સમગ્ર દેશનું નામ રોશન કરનાર સુુત્રાપાડાનાં લાટી ગામની ભારતીબેન સોલંકીને પ્રોત્સાહન પુરૂ પાડવા અને તેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા આહીર અગ્રણી ભાવેશભાઇ સોલંકી દ્વારા પ્રધાનમંત્રી-મુખ્યમંત્રી ને રજુઆત કરી છે.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના લાટી ગામની ભારતીબેન રાણાભાઇ સોલંકી એ યોગક્ષેત્રે અત્યાર સુધી ૫ ઇન્ટરનેશનલ-૧૦ નેશનલ-૧૫ સ્ટેટ લેવલની સ્પર્ધામાં ભાગ લઇ કુલ ૨૧ ગોલ્ડ મેડલ-૭ સિલ્વર મેડલ અને ૩ બ્રોન્ઝ મેડલ જીતી ચુકી છે. જેમાં તેણે પ્રથમ ગોલ્ડ મેડલ ૨૦૧૦ના ખેલ મહાકુંભમાં મેળવ્યો હતો. તેમજ પ્રથમ ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલ ૨૦૧૪માં શાંધાઇ માં જીત્યું હતું. ઓસ્ટ્રેલીયામાં યોગની સ્પર્ધામાં તેણે મિસ વર્લ્ડનું ટાઇટલ પણ જીત્યું હતું. તેમજ મલેેશિયામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય યોગ ઇવેન્ટમાં બે ગોલ્ડમેડલ અને ચેમ્પીયન ઓફ ચેમ્પીયનનો ખિતાબ મેળવી ભારતીએ સમગ્ર વિશ્વમાં ભારનો ડંકો વગાડયો હતો.

૨૨ વર્ષીય ભારતીનાં પિતા રાણાભાઇ આજે પણ લાટી ગામમાં ખેતી કરે છે. નાણાકિય ખેંચ હોવા છતા રાણાભાઇએ દીકરીને પ્રોત્સાહીત કરી છે.

(11:26 am IST)