Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

અમરેલીના ધારીના જુના ચરખા ગામના યુવક પર સિંહે હુમલો કર્યો

ઘેટા બકરાનો શિકાર કરવા આવેલા સિંહની આડે યુવક આવતાં તેના પર હુમલો કર્યો

અમરેલીના ધારી તાલુકાના જુના ચરખા ગામના યુવક પર સિંહે હિમલો કર્યો હતો. 19 વર્ષીય સુરેશ નામના યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘેટા બકરાનો શિકાર કરવા આવેલા સિંહની આડે યુવક આવતાં તેના પર હુમલો કર્યો હતો. સિંહના હુમલાના કારણે ગામલોકોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં વન કર્મચારીઓ દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી

 

(12:26 am IST)