Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

જામનગરમાં ઘરફોડી કરનાર ૩ મહિલા ઝબ્‍બે

જામનગર તા. રર : સીટી સી ડીવી. પો. સ્‍ટે. ગુ.ર.નં. ૧૧ર૦ર૦૦રર૩૦૯પર આઇ.પી.સી. કલમ ૪પ૭,૩૮૦ મુજબ અં કામદાર કોલોની શેરી નં. ૮ ના છેડે ઘરફોડ ચોરીનો બનાવ બનેલ હોય જે ચોરીનો ગુન્‍હો અનડીટેકટ હોય જે શોંધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતા દરમ્‍યાન સંતોષી માતાજીના મંદિર પાસે પહોંચતા હકીકત મળેલ કે ઉપરોકત ચોરી અંગે સીસીટી. વી. ત્રણ શંકાસ્‍પદ દેવીપુજક હાલ સંતોષી માતાજીના મંદિર પાસે આવેલ દેવીપુજકવાસ પાસે હોય અને તે કોઇ ચોરીનો માલ સગેવગે કરવાની ફીરાકમાં છે તેવી હક્કીત આધારે મજકુર ચોરી કરનાર ત્રણ મહીલા આોરપીઓને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી પાી ઉપરોકત અનડીટેકટ ગૂન્‍હો ડીટેકટ કરેલ છે.

પકડાયેલ આરોપી (૧) સારદાબેન વા/ઓ અમીતભાઇ ખાટાભાઇ પરમાર ઉ.૩૦ (ર) સવિતાબેન વા/ઓ મુકેશભાઇ જેન્‍તીભાઇ પરમાર (૩) સામુબેન વા/ઓ રવિભાઇ જેન્‍તીભાઇ પરમાર ઉ.રપ ધંધો ત્રણેય મુરી રહે.ત્રણેય સંતોષીમાતાજીના મંદિર પાસે જુપડપટ્ટી પાસેથી (૧) એક તાંબાનું ટોપીયું તથા પીતળનો ભંગાર આશરે ૧૦ કીલો કી. રૂા.૪૦૦૦ (ર) એલ્‍યુમીનીયમની કડાઇ કી. રૂા. ૧પ૦૦ તથા લોખંડનો ભંગાર આશરે ૧૦ કીલો કી. રૂ.૪૦૦ (૩) ભાંગેલી મોટરનો સામાન હોય જેની કી. રૂા.૧૦૦૦ કબ્‍જે કરેલ છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્‍સપેકટર પી.એલ.વાઘેલા સબ ઇન્‍સ. વી.એ.પરમાર એચસી. ફેઝલભાઇ મામદભાઇ ચાવડા, જાવેદભાઇ કાસમભાઇ વજગોળ, પ્રદિપસિંહ ફતેસિંહ જાડેજા, મહેન્‍દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમાં યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા, પી.સી. હર્ષદભાઇ દલપતભાઇ પરમાર, ખીમશીભાઇ ગોવિંદભાઇ ડાંગર, હોમદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા, હરદીપભાઇ વસંતભાઇ બારડા ડબ્‍લયુ પી.સી. રેખાબેન અરજણભાઇ કરંગીયાએ કરી હતી.

(2:21 pm IST)