Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

જામનગરમાં ઘર કંકાસથી કંટાળી જઇ પતિએ ગળાફાંસો ખાઇ આયખું ટૂંકાવ્‍યું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૨ : અહીં દરેડ જી.આઈ.ડી.સી., પ્‍લોટ નં.-૩૯પપમાં રહેતા રઘુભાઈ શામજીભાઈ ગુજરાતી, ઉ.વ.પ૦ એ  એ પંચ-બી  પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, જયેશભાઈ રઘુભાઈ ગુજરાતી, ઉ.વ.૩૦વાળા તેની પત્‍ની સાથે અવાર નવાર ઝઘડો બોલાચાલી થતી હોય જેથી ઘર કંકાસથી કંટાળી જઈ પોતાની મેળે કપડા વડે પંખા સાથે લટકી ગળાફાંસો ખાઈ મરણ ગયેલ છે.

છાતીમાં દુઃખાવો

ઉપડતા યુવાનનું મોત

અહીં સ્‍વામીનારાયણનગર શેરી નં.૪, મામા સાહેબના મંદિર પાસે રહેતા હરીશભાઈ સાબુમલ માખેજા, ઉ.વ.૬ર વાળા એ સીટી બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, રવિભાઈ હરીશભાઈ મખેજા, ઉ.વ.૩૧, વાળા પોતાના ઘરે હોય ત્‍યારે છાતીના ભાગે દુઃખાવો ઉપડતા સારવારમાં જામનગરની જી.જી.હોસ્‍પિટલ સારવારમાં લાવતા મરણ ગયેલ છે.

કેબલ વાયરની ચોરી

થયાની રાવ

કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં પુરૂષોતમભાઈ નાથાભાઈ રાજાભાઈ ફળદુ, ઉ.વ.૭પ, રે. ગોવિંદપરા, હનુમાન કુવા શેરી, કાલાવડ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી પુરૂષોતમભાઈ તથા તેના પાડોશી જયેશભાઈ ફળદુ તથા અરવિંદભાઈ ફળદુના વાડી માંથી કોઈ ચોર ઈસમ કેબલ વાયર કુલ રૂ.૪૮૦ ફુટ જેટલી જેની અંદાજીત કિંમત રૂ.૬૦૦૦ ની હોય જેની કોઈ અજાણ્‍યા ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતો ઝડપાયો : એક ફરાર

અહીં સીટી-સી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હરદીપભાઈ વસંતભાઈ બારડ એ ફરીયાદ નોંધાવી છે કે, ગોકુલનગર, રડારોડ, સાયોના શેરીની સામે રડાર રોડ, રામ પાનની સામે આરોપી ભરતભાઈ પાલાભાઈ પશ્‍વાર એ જાહેરમાં ઉભા રહી મોબાઈલમાં રહેલ ક્રિકેટ લાઈન ગુરૂ નામની એપ્‍લીકેશન પર લાઈવ સ્‍કોર જોઈ ભારતમાં રમાતી ઈન્‍ડીયન પ્રીમીયમ લીગ(આઈ.પી.એલ.) ટી-ર૦ ની મુંબઈ ઈન્‍ડીયન અને સન રાઈઝ હૈદરાબાદ વચ્‍ચે રમાતી ર૦/ર૦ મેચ નું લાઈવ પ્રસારણ નિહાળી પોતાના મોબાઈલથી ફોન કરી આરોપી નં.ર સાથે મેચના રન ફેર તથા હારજીત ના સોદાઓ પાડી રોકડા રૂપિયા ૪૭,૧૬૦ તથા મોબાઈલ નંગ-૧  કિંમત રૂ.૧૦,૦૦૦ મળી કુલ રૂપિયા પ૭,૧૬૦ ના મુદામાલ સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે. આરોપી મોબાઈલ નં. ૮૧૪૧૯ ૮ર૧ર૩ સાથે ઝડપાઈ ગયેલ છે.

પરણિતાને સાસરીયાએ દુઃખ ત્રાસ આપ્‍યાની રાવ

 મહિલા પોલીસ સ્‍ટેશનમાં દિવ્‍યાબા રવિરાજસિંહ પરમાર તે ડો/ઓ. દિલીપસિંહ સરદારસિંહ જાડેજા, ઉ.વ.ર૬, રે. ત્રિકમપરા સરસ્‍વતી સ્‍કુલની સામે વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી દિવ્‍યબાના લગ્ન જીવનની શરૂઆતથી જ તા.૬-૧૧-ર૦રર સુધી આરોપીઓ પતિ-રવિરાજસિંહ રાજેન્‍દ્રસિંહ પરમાર, સાસુ- હર્ષાબા રાજેન્‍દ્રસિંહ પરમાર, નણંદ-જીજ્ઞાબા યોગીરાજસિંહ જાડેજા, નણંદ-અંજનાબા લગધીરસિંહ જાડેજા, નણદોયા-યોગરાજસિંહ જાડેજા એ ફરીયાદી દિવ્‍યાબાના લગ્ન જીવન દરમ્‍યાન અવાર નવાર નાની નાની વાતોમાં ફરીયાદી દિવ્‍યાબા સાથે ઝઘડો કરી મારકુટ કરી ગંદી ગાળો આપી કરીયાવરની માંગણી કરી શારીરીક- માનસીક દુઃખત્રાસ આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

દારૂ સાથે બે ઝડપાયા

અહીં સીટી-સી પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. અમીતભાઈ નીતીનભાઈ નીમાવત એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧-પ-ર૦ર૩ના સ્‍વામીનારાયણ મંદિરની સામે આરોપીઓ નરેન્‍દ્રભાઈ ગંગારામભાઈ ચાંન્‍દ્રા, નરેશભાઈ મોહનભાઈ ચાંન્‍દ્રા એ પોતાના કબ્‍જા ભોગટાના મકાનમાં ભારતીય બનાવટનો ઈંગ્‍લીશ દારૂની મેકડોવેલ્‍સ નં.૧ બોટલ નંગ-૪, કિંમત રૂ.ર૦૦૦નો મુદામાલ મોટરસાયકલ નં. જી.જે.-૦૩-ઈ.એસ.-૯૪૩પ, ંિકંમત રૂ.ર૦૦૦ મળી કુલ રૂ.રર૦૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મારી શેરી માથી કેમ નીકળે છે તેમ કહી છરી વડે હુમલો

અહીં સીટી-એ પોલીસ સ્‍ટેશનમાં જાવિદભાઈ ઈસ્‍માઈલભાઈ ખફી, ઉ.વ.૩૦, રે. સનમ સોસાયટી, જુમાભાઈ ખફીની ઓફીસવાળી શેરી, આદર્શ સ્‍કુલની પહેલાની ચોકડછી પાસેએ ફરીયાદ નોધાવી છે કે, ફરીયાદી જાવિદભાઈની શેરીમાં વધારે સ્‍પીડબ્રેકર હોય જેથી ફરીયાદી જાવિદભાઈ આરોપી તોહીદ ઉર્ફે પપ્‍પુ માયા હનીફભાઈ ખલીફા ની શેરી માંથી પોતાનું મોટરસાયકલ લઈને નિકળતા હોય જેથી આરોપી તોહીદ ઉર્ફે પપ્‍પુએ ફરીયાદી જાવિદભાઈને મારી શેરી માંથી કેમ નિકળે છે અને મારી સામે કેમ કતરાઈ છે તેમ કહી ભુંડી ગાળો બોલી તારા હાથ પગ ભાંગી નાખવા છે તેમ કહી ઝપાઝપી કરી જમણી આંખની બાજુના ભાગે છરી મારી આઠ ટાંકાની ઈજા પહોંચાડી જિલ્લા કલેકટર હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જુગાર રમતા છ ઝડપાયા :

એક ફરાર

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. સંજયભાઈ ડાયાલાલ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપી ઈસ્‍માઈલ અકબરભાઈ શેખ, નવાજ હુશેન સંઘાર, હાજી અબ્‍દુલભાઈ મકરાણી, સલીમ મામદભાઈ ભાડેલા, ફારૂક કાસમભાઈ મલ્લા મીયાણા, કાસમ ઈબ્રાહીમભાઈ દલ એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂપિયા ૩૯૬૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી તૈયબ ઈસ્‍માઈલ દલ ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘોડીપાસાનો જુગાર

રમતા સાત ઝડપાયા

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. ક્રિપાલસિંહ પી.સોઢા એ ફરીયાદ નોંધાવી છે કે, મહેન્‍દ્રસિંહ રૂપસિંહ રાઠોડ, સફરાજ કાદરમીયા બુખારી, યુસુફ હુશેનભાઈ રાજાણી, યુસુફ ઈસ્‍માઈલભાઈ મલેક, રાજુભાઈ લક્ષ્મણભાઈ અયણાવારા, નવાજભાઈ સબીરભાઈ બુખારી, ગીરીશભાઈ દિનેશભાઈ જેઠવા એ ઘોડીપાસના પાસા વડે જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧ર૧ર૦ તથા વાહનો કિંમત રૂ.૩૦,૦૦૦ તથા ચાર ફોન કિંમત રૂ.૩૯૦૦ મળી કુલ રૂ.૪૬૦ર૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.(૨૧.૨૧)

 

ધરમપુર આહિર સમાજ દ્વારા

નારણભાઇ ભેટારીયાનું સન્‍માન

જૂનાગઢ : માળીયાહાટીના ધરમપુર ગીર આહિર સમાજ દ્વારા તાજેતરમાં સ્‍નેહમિલન તથા દેવાયતબાપા બોદરની પ્રતિમાનું અનાવરણ તેમજ માયાભાઇ આહિરનું અને આહિર સમાજના ચુંટાયેલા ધારાસભ્‍યોના સન્‍માનનો કાર્યક્રમ ધરમપુર આહિર સમાજ ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહરભાઇ ચાવડા, માજી ધારાસભ્‍ય રાજશીભાઇ જોટવા તેમજ ધારાસભ્‍ય ભગવાનભાઇ બારડ, ત્રિકમભાઇ છોગા, ઉદયભાઇ કાનગડ, હેમંતભાઇ ખવા, મહેન્‍દ્રભાઇ પીઠીયા સહિતનાનું તેમજ સમાજ સેવાભાવી એવા જૂનાગઢ નજીક આવેલ હોટલ ક્રિષ્‍નાના સંચાલક અને જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નારણભાઇ ભેટારીયાનું દેવાયતબાપા બોદરની છબી આપી સન્‍માન કરાયું હતું જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા)

(2:45 pm IST)