Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

જૂનાગઢ કળષિ યુનિવર્સિટી ખાતે ફર્ટીલાઇઝર ડીલર્સ કોર્ષની ૨૫મી બેંચનો પ્રારંભ

જૂનાગઢ,તા.૨૨ : કળષિ યુનિવર્સિટી ખાતે સર્ટીફિકેટ કોર્ષ ઇન્‍ટીગ્રેટેડ ન્‍યુટ્રીયન્‍ટ મેનેજમેન્‍ટ ફોર ફર્ટીલાઇઝર ડીલર્સની કોર્ષની ૨૫મી બેંચનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે.

આ તકે  કુલપતિ ડો. વી.પી. ચોવટીયાએ જણાવ્‍યુ હતુ કે, આ કોર્ષથી ફર્ટીલાઇઝર ડીલરોના જ્ઞાનમાં ચોકકસ વધારો કરશે. તાલીમાર્થીઓને પોષક તત્‍વોના વ્‍યવસ્‍થાપન અંગેની જાણકારી તેમજ વાપરવાની વૈજ્ઞાનિક પધ્‍ધતિ, લીકવીડ ફર્ટીલાઇઝર, બાયો ફર્ટીલાઇઝર તેમજ નેનો ફર્ટીલાઇઝરની સમજણ અને તે મુજબ રાસાયણિક ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ જેવા વિષયોનું વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

વિસ્‍તરણ શિક્ષણ નિયામક  એચ.એમ. ગાજીપરાએ જણાવ્‍યુ કે, આ યુનિવર્સિટી ખેડૂત અને વિદ્યાર્થી માટેની છે. ખેડૂતો માટે રહેવા તથા તાલીમ માટે સુવિધા સાથેની વ્‍યવસ્‍થા કરવામાં આવે છે. આ કોર્ષ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તેનો ઉપયોગ ખેડૂતોના ખેતર સુધી પહોચાડવાના પ્રયત્‍નો કરશો.

 આ તકે ઈન્‍ચાર્જ આચાર્ય અને ડીન, કળષિ મહાવિદ્યાલય તથા પ્રાધ્‍યાપક અને વડા, કળષિ રસાયણશાષા વિભાગ, ડો. એસ.જી. સાવલીયાએ કોર્ષની રૂપરેખા તેમજ મહત્‍વ સમજાવ્‍યું હતું. ડો.જી.આર.ગોહિલએ, યુનિવર્સિટીમાં ચાલતી વિસ્‍તરણ, શિક્ષણ તેમજ સંશોધનની ચાલતી પ્રવળતિઓની જાણકારી તેમજ JAU I KRUSHI SANHITA એપપ્‍લે સ્‍ટોરમાંથી ડાઉનલોડ કરી તેમાંથી કઈ માહિતી મેળવી શકાય તેની વિગત આપી હતી.

આ તાલીમ કાર્યક્રમનમાં સંકલન કરનાર ડો. એચ.સી. છોડવડીયાએ સ્‍વાગત તેમજ  પ્રો. પીન્‍કીબેન શર્માએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સાવન ભાભોર, નિકુંજ કાવર તેમજ વિસ્‍તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરીનાં સ્‍ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

(1:48 pm IST)