Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

માતાના મઢ જતાં અમદાવાદના પરિવારની કાર પલ્‍ટી જતાં ૬ને ઈજા

ભુજ,તા.૨૨ : કચ્‍છ ફરવા આવેલ અમદાવાદનો પરમાર પરિવાર માંડવી થી માતાના મઢ જઈ રહ્યો હતો ત્‍યારે કાર પલટી મારી જતાં કારમાં સવાર તમામ ૬ જણને ઈજાઓ પહોંચી હતી. કાર કોઠારા એરફોર્સ સ્‍ટેશન પાસે પલ્‍ટી મારી ગઈ હતી. પરિણામે કારમાં સવાર મનોજભાઈ કનુભાઈ પરમાર પરિવારના પત્‍ની અને પુત્રી તેમ જ પુત્ર સહિત ૬ જણને ઈજાઓ થતાં પહેલાં નલિયા અને બાદમાં વધુ સારવાર માટે ભુજ ખસેડાયા હતા.

(11:56 am IST)