Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

કોળીયાકના દરિયામાં નાહવા પડેલા વૃધ્‍ધનું ડૂબી જતા મોત

ભાવનગર,તા. ૨૨ : જિલ્લાના વલભીપુર તાલુકાના જુના રતનપર ગામે રહેતા બાબુભાઈ રામજીભાઈ લખાણી ઉં.વ.૬૪ કોઇ ધાર્મિક કાર્ય માટે કોળીયાક નિષ્‍કલંક મહાદેવ દરિયા કિનારે આવ્‍યા હતા જયાં તેઓ દરિયામાં નાહવા પડતા અચાનક દરિયામાં ડૂબી ગરકાવ થઈ જતા તેનો કુડા નજીક થી મૃતદેહ મળી આવ્‍યો હતો. આ બનાવની જાણ થતા ભાવનગર પોલીસ સ્‍થળ ઉપર દોડી ગઈ હતી.

(11:39 am IST)