Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

શિવાનંદ મિશન વીરનગર હોસ્‍પિટલ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં આંખના મોતિયાનાં કેમ્‍પ યોજાશે

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૨૨: આંખની હોસ્‍પિટલ તરીકે પ્રખ્‍યાત શિવાનંદ મિશન સૌરાષ્ટ્ર સેન્‍ટ્રલ હોસ્‍પિટલ વીરનગર દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ સ્‍થળે આંખની તપાસ તેમજ મોતિયાનાં ઓપરેશન માટેના વિનામૂલ્‍યે કેમ્‍પ યોજાશે.

તા. ૧- ના રોજ ગાયત્રી મંદિર જામજોધપુર, તા. ૨-૬ ના રોજ સ્‍વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા, તા. ૩-૬ નાં રોજ ડોંગરેજી મહારાજ અનક્ષેત્ર પ્રભાસ પાટણ, તા. ૬-૬ કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર કોડીનાર, તા. ૭-૬ નીલકંઠ અનાથ આશ્રમ મોટીમારડ,ᅠ તા. ૮-૬ લાયન્‍સ સ્‍કૂલ માણાવદર, તા. ૧૧-૬ᅠ બધીયાણી હોસ્‍પિટલ જામખંભાળિયા, તા.૧૩-૬ કુબેરનાથ મહાદેવ મંદિર મહુવા, તા.૧૪-૬ ભક્‍ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર ધોરાજી, તા.૧૬-૬ ગાયત્રી મંદિર રાજુલા, તા.૧૭-૬ બ્‍લડ બેન્‍ક વેરાવળ, તા.૧૮-૬ᅠ ખોડીયાર ગરબી ચોક કાલાવડ, તા.૨૦-૬, સ્‍વામિનારાયણ ગુરુકુળ ઉના, તા.૨૧-૬ શ્રીબાઈ આશ્રમ તલાલા ગીર, તા.૨૨-૬ તાલુકા પંચાયત ક્‍વાર્ટર જેતપુર, તા.૨૩-૬ શિશુવિહાર ભાવનગર તા.૨૪-૬ ગાયત્રી મંદિર જુનાગઢ, તા.૨૭-૬ જલારામ મંદિર પોરબંદર, તા.૨૮-૬ પાંજરાપોળ ગૌશાળા ભાણવડ ખાતે મોતિયાના ઓપરેશન માટેની તપાસના કેમ્‍પ યોજાશે. આ તમામ સ્‍થળોએ શિવાનંદ મિશન સૌરાષ્ટ્ર સેન્‍ટ્રલ હોસ્‍પિટલ વિરનગરની આંખની હોસ્‍પિટલના નિષ્‍ણાત તબીબોની ટીમ દ્વારા વિનામૂલ્‍યે આંખની તપાસ કરવામાં આવશે તેમજ મોતિયાના ઓપરેશનની જરૂરીયાતવાળા દર્દીઓને વિનામૂલ્‍યે સંસ્‍થા દ્વારા વિરનગર ખાતે લઈ જવામાં આવશે. જયાં વિનામૂલ્‍યે મોતિયાનું ઓપરેશન કરવામાં આવશે તેમજ રહેવા જમવા સહિતની તમામ સુવિધા વિનામૂલ્‍યે પૂરી પાડવામાં આવશે. સૌરાષ્ટ્રમાં કોઈ પણ ગામમાં કોઈ સંસ્‍થાએ કેમ્‍પ રાખવા માટે તેમજ વધુ વિગત માટે અશોકભાઈ મહેતા ૯૮૨૪૪ ૨૫૨૫૬ ઉપર સંપર્ક કરવા શિવાનંદ મિશન વીરનગરની યાદીમાં જણાવાયું છે.

(10:47 am IST)