Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

કેશોદમાં એક સાથે ૩ કોરોના પોઝીટીવ કેસ આવતા તંત્રએ દર્દીના રહેણાંક વિસ્તારની મુલાકાત લીધી

કેશોદ, તા.૨૨: કેશોદના પીપલીયા નગરમાં રહેતાં મુંબઈથી આવેલ ૪૬ વર્ષીય પુરુષનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જે સમગ્ર વિસ્તારને કન્ટેનમેન્ટ બફર જોન જાહેર કરી શીલ કરવામા આવેલ છે જે કોરોના પોઝીટીવ રીપોર્ટ બાદ બે દિવસમાં જ એક સાથે એક જ પરિવારના ત્રણ સભ્યોનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતાં કેશોદ શહેરમાં કુલ ચાર પોઝીટીવ કેસ નોંધાયા છે એકી સાથે ત્રણ લોકોના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલ તેમાં બે મહિલા અને એક પુરુષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જે ૧૬મી તારીખે સાંજે મુંબઈ કાંદિવલીથી બસમાં કેશોદ આવ્યા હતા જે ત્રણેયને પહેલેથી જ હોમ કોરોન્ટાઈન કરવામા આવ્યા હતા જેઓના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા એસપી કેશોદ ડીવાયએસપી મામલતદાર તાલુકા હેલ્થ ઓફિસર નગર પાલિકા પ્રમુખ સહિતે આ વિસ્તારની મુલાકાત લીધી હતી નગર પાલિકા દ્વારા સમગ્ર વિસ્તારને સેનેટાઇઝ કરવામા આવ્યુ છે તેમજ કેશોદના વેરાવળ રોડ ઉમીયા મંદિર નજીકના સફારી પાર્ક વિસ્તારને કન્ટેનમેન્ટ બફર ઝોન જાહેર કરાયોછે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના દર્દીઓનો કુલ આંક ૧૭ પહોંચ્યોછે જેમાંથી ૪ સાજા થયા છે.

જયારે ૧૩ દર્દી જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં છે.

આજે ત્રણ કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલ ટ્રાવેલ હિસ્ટ્રી તથા સંપર્કમાં આવેલ લોકોની તપાસ કરવામા આવી રહી છે.

(3:42 pm IST)