Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

સુરેન્દ્રનગરઃ મામાએ ભાણકી ઉપર દુષ્કર્મ આચર્યું

ફરિયાદ બાદ પ્રકાશ કિરણભાઇ ભાવસાર (ઉ.૨૨)ની ધરપકડની તજવીજ

વઢવાણ,તા.૨૨: સુરેન્દ્રનગરનાં જોરાવરનગરમાં ૧૫ વર્ષની ભાણકી ઉપર મામા પ્રકાશ કિરણભાઇ ભાવસાર (ઉવ.૨૨)એ દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ જોરાવરનગરમાં રહેતી ૧૫ વર્ષની સગીરાએ પોલીસ સ્ટેશનમાં તેના મામા વિરૂધ્ધ ફરિયાદ કરી છે.

ફરિયાદીએ જણાવ્યું છે કે, તેના મામા પ્રકાશ કિરણભાઇ ભાવસાર (ઉવ.૨૨)એ વારંવાર તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું.

આ ફરિયાદ આધારે પોલીસે સગીરાના મામાની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.(

(12:52 pm IST)