Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ચોટીલાના રેશમિયા ગામે ૭૦ વર્ષે પણ બે વૃદ્ઘ પાણીની રાહમાં

સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની ખૂબ વિકટ સમસ્યા

વઢવાણ, તા.૨૨: આ વર્ષે ખૂબ ચોમાસુ નબળું રહયું હતું. જેના પગલે ઉનાળાની શરૂઆતથી જ પાણીની સમસ્યાઓનો સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને સામનો કરવો પડ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનો ધોળી ધજા ડેમની પણ પાણીની સપાટી ઉનાળાની શરૂઆત માજ નીચે ગઇ છે.

 જિલ્લાના અમુક ગામોમાં પીવાના પાણી માટે પણ લોકોને વલખા મારવા પડી રહા છે. ત્યારે અમુક રણકઠાના ગામડાઓમાં તો પીવા માટે પાણી જ નથી. ત્યારે આવા સમયે તેમને સમયાંતરે ટ્રેનકર દ્વારા પીવાનું ચોખ્ખું પાણીની વેવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે.

ત્યારે જિલ્લાના લીમડી , ચુડા , પાટડી અને ખરપાટના વિસ્તરોમાં પીવાના પાણીની સમસ્યાઓ ખૂબ વકરી છે.ત્યારે રણનો ગરમીનો પારો ૪૬ ડિગ્રીને પાર પહોંચ્યો છે. ત્યારે પણ રણ માંથી પસાર થતા લોકોને અગરિયાઓના બાળકો દવારા ઠનડું માટલાનું પાણી પીવડાવી ત્યાંથી પસાર થતા રાહ દારીઓની રણમાં તરસ અગરીઆઓના નાના ભૂલકાઓ દવારા છીપવામાં આવી રહી છે.પોતાને ૬ દિવસે ટ્રેનકર પાણી નું મળે છે.છતાં રાહદારીઓને ઠનડું પાણી પીવડાવી અગરીઆઓના બાળકો પોતાનું પુણ્યનું પલ્લું મજબૂત કરી રહા છે.

 ચોટીલાના રેશમિયા ગામમાં પણ પાણીની ખૂબ સમસ્યા છે. ૭૦ વર્ષના બે માજી વૃદ્ઘ પાણી ની રાહમાં તડકામાં પીવાના પાણી માટે બે બેડલા ભરવા માટે ૨ કલાકથી પણ વધુ સમયથી રાહ જુવે છે. છતાં પાણીના મળતા થાકીને આ વૃદ્ઘ છાંયડો ગોતી બેસી જાય છે. ત્યારે જિલ્લામાં પીવાના પાણી માટે ખૂબ વિકટ સમસ્યા છે.

(1:25 pm IST)