Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

પોરબંદરની સરકારી પોલીટેકનીકમાં કાલે લોકસભા બેઠકની મતગણતરી

એક સાથે ૧૪ ટેબલ ઉપર મતગણતરી : મતગણતરી માટે ૧૦૭૨ કર્મચારીઓ : લોકસભા બેઠક સાથે માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મત ગણતરીનું કાઉન્ટ ડાઉન

પોરબંદર તા. ૨૨ : ૧૧-પોરબંદર લોકસભા બેઠક અને માણાવદર વિધાનસભા પેટાચૂંટણીની મત ગણતરી સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે મુખ્ય ચૂંટણી નિરીક્ષક યુ.સગમયની ઉપસ્થિતીમાં પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર મુકેશ પંડયાનાં માર્ગદર્શન હેઠળ તા. ૨૩ મે ના રોજ સવારે ૮ કલાકથી શરૂ થશે. જેમાં તાલીમબધ્ધ ૧૦૭૨ જેટલા અધિકારી - કમર્ચારીઓ જોડાશે. મતગણતરી સ્થળે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કાઉન્ટીંગનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયુ છે.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ચૌધરીના જણાવ્યનુસાર મત ગણતરી એક સાથે ૧૪ ટેબલ પર ગણતરી  થશે. જે મુજબ ૭૩-ગોંડલ ૨૩૬ મતદાન મથક ૧૭ રાઉન્ડ, ૭૪-જેતપુર  ૩૦૫ મતદાન મથક ૨૨ રાઉન્ડ, ૭૫-ધોરાજી ૨૭૧ મતદાન મથક  ૧૯ રાઉન્ડ, ૮૩-પોરબંદર ૨૫૪ મતદાન મથક ૧૮ રાઉન્ડ, ૮૪-કુતિયાણા ૨૩૭ મતદાન મથક ૧૭ રાઉન્ડ, ૮૮-કેશોદ ૨૬૫ મતદાન મથક ૧૯ રાઉન્ડ, અને ૮૫-માણાવદર ૨૮૬ મતદાન મથક ૪૧ રાઉન્ડ થશે. ( માણાવદર વિધાનસભા પેટા ચૂંટણી સાથે હોય  લોકસભા અને વિધાનસભા  બન્ને સાથે મત ગણતરી ૭ અને ૭ ટેબલ એમ ગણતરી થનાર હોય ૪૧ રાઉન્ડ થશે.)

મત ગણતરી એક સાથે ૧૪ ટેબલ ઉપર થશે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની મત ગણના થશે. ત્યાર બાદ ઇ.વી.એમની મત ગણતરી શરૂ થશે. ચ્સ્પ્ ની મતગણતરી પુરી થયા બાદ વિધાનસભા બેઠક મુજબ ૫ એમ કુલ ૩૫ સ્સ્ભ્ખ્વ્ ની કાપલીની ગણતરી થશે. ૧૧-પોરબંદર લોકસભા બેઠકની મત ગણતરી માટે કુલ ૧૦૭૨ કર્મચારીઓ સહભાગી થશે જેમાં ૧૩૨ માઇક્રો ઓબ્ઝર્વરશ્રી, ૮ મામલતદારશ્રી, ૭૮ નાયબ મામલતદાર, ૧૨૮ કાઉન્ટીંગ સુપરવાઇઝર, ૨૧૧ પટાવાળા, સહિતનો સમાવેશ થાય છે.મત ગણતરીના દરેક ટેબલ ઉપર એક કાઉન્ટીંગ સુપરવાઈઝર, એક કાઉન્ટીંગ આસીસ્ટંટ તથા એક માઇક્રો ઓબ્ઝર્વર નિયુકત કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોરબંદર લોકસભા બેઠકનાં કુલ ૧૬,૬૦,૯૩૨ મતદારો પૈકી ૯,૪૩,૩૯૪ મતદારોએ મતદાન કર્યુ હતુ. ૫૬.૮૦ ટકા મતદાન નોંધાયુ હતું. મત ગણતરી સમયે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે.

૧૧-પોરબંદર લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતદાર વિભાગોની મતગણતરી તા૨૩ મેં ના રોજ સરકારી પોલીટેકિનક કોલેજ, એરપોર્ટ સામે, નેશનલ હઇવે પોરબંદર ખાતે યોજાનાર છે. મતગણતરીની કામગીરી દરમ્યાન કોઇ વિક્ષેપ કે અવરોધ ઉભા ન થાય તેમજ જાહેર સલામતિ જળવાઇ રહે તે માટે મતગણતરી મથકની અંદર તથા કમ્પાઉન્ડ વિસ્તારમા તા.૨૩ મેં ના રોજ સવારના ૦૬.૦૦ થી ૨૪.૦૦ કલાક સુધી કોઇપણ વ્યકિત મોબાઇલ, સેલ્યુલર ફોન, કેલ્કયુલેટર, પેજર, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, વોકીટોકી, ડિજીટલ વોંચ તથા કોઇપણ પ્રકારના ઇલેકટ્રોનિક ઉપકરણો સાથે પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ્ધ ફરમાવતું જાહરેનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેર કર્યુ છે.

આ ઉપરાંત વિશાળ સંખ્યામાં એકઠા થનાર માનવ સમુદાય આરોગ્ય અને સુખાકારી માટે મતગણતરી મથકમાં સ્વચ્છતા જળવાઇ રહે તે અતિ આવશ્યક હોય સદરહુ બિલ્ડીંગમાં તેમજ કમ્પાઉન્ડમાં પાન, ગુટખા અને ઘમ્રપાન ઉપર નિયંત્રણ ફરમાવવાનું ઉચિત જણાય છે.

કોઇપણ પ્રકારના ઇલેકટ્રોનિક ઉપકરણો લાવવા અંગેનો પ્રતિબંધ્ધ નીચેની વ્યકિતઓને લાગુ પડશે નહીં.

સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૂએ સરકારી કામમાં હોય તેવી વ્યકિતઓને, પોલીસ અધિકક્ષશ્રી અથવા તેમણે અધિકૃત કરેલ અધિકારીશ્રીએ અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ અધિકૃત કરેલ વ્યકિતઓને, સમાચાર સંસ્થાના વ્યવસાય સાથે સંકળાયેલ પત્રકારો કે જેઓ રાજય સરકાર તરફથી ઇસ્યુ થયેલ એક્રેડીશન કાર્ડ ધરાવે છે અને તેમને લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ ના કવરેજ માટે ભારતના ચૂંટણી પંચ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજય દ્વારા પ્રવેશ પાસ આપવામાં આવેલ છે તેવા પત્રકારો મતગણતરી માટે મુકકર થયેલ સરકારી પોલીટેકનીક કોલેજના બિલ્ડીંગમાં મોબાઇલ સાથે દાખલ થઇ શકશે અને સદરહું બિલ્ડીંગમાં રાખવામાં આવેલ મીડીયા સેન્ટર સુધી મોબાઇલ સાથે જઇ શકશે. પરંતુ તેઓને કોઇ પણ વિધાનસભા મતવિસ્તારના મતગણતરી હોલમાં મોબાઇલ સાથે પ્રવેશ કરવાની મનાઇ રહેશે.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી કાર્યરિતી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ સજા થશે.

આ હુકમ અનવયે પોરબંદર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ થાણાના હેડ કોન્સ્ટેબલ નીચેના ન હોય તેવા પોલીસ અધીકારીશ્રીઓને આ જાહેરનામાનાં ભંગ કરનાર ઇસમો વીરૂધ્ધ ભારતના ફોજદારી અધીનીયમ-૧૮૬૦(૪૫ અધિનીયમ)ની કલમ-૧૮૮ અન્વયે ફરીયાદ કરવા અધિકૃત કરવામાં આવે છે. તેમ હુકમમાં જણાવાયું છે.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અંતર્ગત ૧૧-પોરબંદર લોકસભા મતદાર વિભાગની ગણતરી તા.૨૩, મે ના રોજ સરકારી પોલીટેકનિક કોલેજ, એરપોર્ટ સામે નેશનલ હાઇવે પોરબંદર ખાતે યોજાશે.

મતગણતરીનાં દિવસે મતગણતરી મથકની આજુ-બાજુ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ બનવા પામે નહીં તથા મતગણતરીની કામગીરી શાંતિપુર્વક ચાલી શકે તે માટે સરકારી પોલીટેકનિક કોલેજ એરપોર્ટ સામે પોરબંદર ખાતે ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં તા.૨૩મે ના રોજ સવારના ૬ કલાકથી ૨૪ કલાક સુધી ચાર કરતા વધારે વ્યકિતઓની મંડળી કોઇએ ભરવી નહીં કે બોલાવવી નહીં કે સરઘસ કાઢવા અને એકઠા થવા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રટશ્રી પોરબંદરે પ્રતિબંધ ફરમાવ્યો છે.

સરકારી નોકરીમા અથવા તેમની ફરજની રૂએ રોજગારીમા હોય તેવી વ્યકિતઓ, ફરજ ઉપર હોય તેવા બિન પોલીસ દળો જેવા કે ગ્રૂહ રક્ષક દળના સભ્યો, લગ્નના વરઘોડા, સ્મશાન યાત્રાને, પોલીસ અધિક્ષકશ્રી અથવા તેમણે અધિકૃત કરેલ અધિકારીશ્રીએ અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી / નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અગર સબંધિત મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીએ અધિકૃત કરેલ / મંજૂરી આપેલ વ્યકિતઓને આ આદેશ લાગુ પડશે નહિ તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામામા જણાવ્યુ છે.

(11:48 am IST)