Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ભાવનગરના એસ્ટેટ બ્રોકરો તથા પોલીસની મીંટીગ મળીઃ સલામતી બાબતે ચર્ચા

ભાવનગર, તા.૨૨: બહારના રાજયોમાંથી કે દેશ બહારથી આવતા તત્વો  મકાન ભાડે રાખીને રહેતા હોય છે અને સ્થાનિક વિસ્તારનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતીથી માહિતગાર થઇને તેઓની ત્રાસવાદી પ્રવૃતીઓને અંજામ આપતા હોય છે. જેથી રાજય અને દેશની સલામતી સાચવવા સહકાર મેળવવા માટે મકાનઔદ્યોગિક એકમોના માલીકો દ્વારા રાજય/દેશ બહારની વ્યકિતઓને ભાડે અપાતા મકાનો/એકમો બાબતે નજીકના પોલીસ સ્ટેશને મકાન/એકમ ભાડે લેનારના નામો અંગે જાણ કરવામાં આવે તો આવી પ્રવૃતી કરનારની યોગ્ય ચકાસણી થઇ શકે. જે અંગે ડિસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે. અને તેની અમલવારી જીલ્લા પોલીસ અને ખાસ એસ.ઓ.જી. શાખા દ્રારા કરાવવામાં આવે છે. અને જાહેરનામા ભંગ બદલ ઇ.પી.કો. કલમ ૧૮૮ મુજબ કેસો કરવામાં આવે છે.

મોટાભાગે મકાનો ભાડે મેળવવા માટે લોકો એસ્ટેટ બ્રોકરો તથા જમીન/મકાન લે વેચ દલાલોનો સંપર્ક કરતા હોય છે અને તેઓના મારફતે મકાન/એકમ ભાડે રાખતા હોય છે જેથી  ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા એસ.ઓ.જી. કચેરી ખાતે એસ્ટેટ બ્રોકરો તથા જમીન/મકાન લે વેચ દલાલોનો મીટીંગ યોજવામાં આવેલ હતી જેમા હાજર માણસોને  જાહેરનામા બાબતે સમજ આપી કડક રીતે તેની અમલવારી કરવા સુચનાઓ/સહકાર આપવા જણાવવામાં આવેલ હતું.

(11:44 am IST)