Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

જામનગર જિલ્લાની પાણી સમસ્યા નિવારવા ૧૫ બોર શારવામાં આવ્યાં

જામનગર તા.૨૨: જામનગર જિલ્લામાં કુલ - ૪૩૧ ગામો અને ૪ નગરપાલીકા અને ૧ મહાનગરપાલીકા આવેલ છે. આ જિલ્લામાં ૪૩૦ ગામોને નર્મદા પાઇપ લાઇનથી કનેકટ કરવામાં આવેલ છે અને ૧ (એક) ગામ વ્યકિતગત પાઇપલાઇન યોજનાથી કનેકટ કરવામાં આવેલ છે. હાલમાં જામનગર જિલ્લામાં કુલ ૪૩૧ ગામો પૈકી નર્મદા પાઈપલાઈન દ્વારા ૩૧૩ ગામોને પીવાનું પાણી આપવામાં આવે છે. ડેમ આધારિત જુથ યોજના દ્વારા ૨૮ ગામોને પીવાનું પાણી આપવામાં આવે છે. જયારે ૭૨ ગામો સ્વતંત્ર સોર્સ (બોર/કુવા) આધારિત યોજના દ્વારા પાણી મેળવે છે. અને ૧૮ ગામોને ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે.

જિલ્લાની પીવાના પાણીની સમીક્ષા માટે દર સોમવારે જીલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં જીલ્લા પાણી સમીતીની મીંટીંગો યોજવામાં આવે છે અને જિલ્લાનાં ગામો અને શહેરોની પીવાનાં પાણી વિતરણની સમીક્ષા કરવામાં આવે છે. ૨૦૧૯માં અત્યાર સુધીમાં કુલ ૧૨  જિલ્લા પાણી સમીતીની મીંટીંગો યોજવામાં આવેલ છે. જિલ્લાનાં પીવાના પાણીની મુશ્કેલીવાળા ૧૮ ગામો અને ૪૨ વાડી વિસ્તારોમાં ૧૦,૦૦૦ લીટરના કુલ ૧૫૪.૫૦ ફેરા ટેન્કરથી પાણી આપવાના કામને બહાલી આપવામાં આવેલ છે અને તે મુજબ ટેન્કરથી પાણી આપવાનું શરુ થયેલ છે અને માસ્ટર પ્લાન મુજબનાં ૧૫ બોર શારવામાં આવેલ છે. જે પૈકી ૮ બોર સફળ થયેલ છે અને આ ૮ બોર ઉપર પમ્પીંગ આપી કાર્યરત કરવામાં આવેલ છે.

માનનીય મંત્રીશ્રીનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ તા.૦૩-૦૫-૨૦૧૯ની મીંટીંગમાં થયેલ રજુઆતો અન્વયે ગામોનાં પરા-વાડી વિસ્તારોમાં પશુધનની સંખ્યાને ધ્યાને રાખીને ટેન્કરથી પાણી આપવાની રજુઆત આવેલ જે અન્વયે ગામની વસ્તી અને પશુધનની સંખ્યાને ધ્યાને રાખીને ૫૦ લી. /વ્યકિત મુજબ અત્યાર સુધીમાં ૧૯ વાડી વિસ્તારોમાં ૪૧ ફેરા વધારી આપવામાં આવેલ છે અને બોરનાં કામની રજુઆત આવેલ છે જે પૈકી ભુસ્તરશાસ્ત્રીના સર્વે રીપોર્ટ મુજબ ૨૬ બોર માટે ફીઝીબીલીંટી રીપોર્ટ આપેલ છે. જે પૈકી અત્યાર સુધીમાં ૫ બોર શારવામાં આવેલ છે અત્યાર સુધીમાં તે પૈકી ૪ બોર સફળ થયેલ છે અને ૨ બોર ઉપર પમ્પીંગ મશીનરી આપી કાર્યરત કરવામાં આવેલ છે અને બાકીની કામગીરી પ્રગતિમાં છે.

(11:42 am IST)