Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

પોરબંદર-છાંયા પાલિકાના પૂર્વ પ્રમુખ ભોજા કાના સહિત ૯ શખ્સો દ્વારા ધારિયા પાઇપ વડે હુમલો

પૂર્વ પ્રમુખ સામે પેશકદમીની કલેકટરને કરેલ અરજીનું મન દુઃખ કારણભૂતઃ રાયોટીંગનો ગુન્હો

પોરબંદર તા.૨૧: છાંયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભોજા કાના ખૂંટી તથા તેનો પુત્ર લાખા ભોજા તેમજ હરેશ ઉર્ફે તોતડો, રણજીત ઉર્ફે બાધો અતુલ આલિયા ખુંટી, અને ૪ અજાણ્યા માણસો એક સંપ કરીને છાંયાના ભોજા ઉર્ફે લીલા પરમાર ઉપર ધારિયા લાકડી અને પાઇપ વડે હુમલો કર્યાની પોલીસ ફરિયાદ કમલા બાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે આરોપીઓ સામે પોલીસે રાયોટીંગનો ગુન્હો નોંધ્યો છે.

પોલીસ ફરિયાદમાં જણાવેલ કે છાંયા પાલિકાના પુર્વ પ્રમુખ ભોજા કાના વિરૂધ્ધ પેશકદગીની કલેકટરને અગાઉ અરજી કર્યા બાદ મન દુઃખ રાખીને આ હુમલો કર્યો હતો આરોપીઓએ પ્રથમ ફોન ઉપર ગાળો અને ધમકી આપી હતી ત્યારબાદ ૩ બાઇક અને કારમાં ૯ આરોપીઓ ભોજા ઉર્ફે કારાના ઘેર આવીને હુમલો કર્યો હતો પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:50 pm IST)
  • જામનગરમાં PI અને PSIની બદલીઓ કરતા જિલ્લા પોલીસ વડા : પાંચ PI અને બે PSIની બદલીઓ કરવામાં આવી : સીટી બી ડિવિઝનના પીઆઇ રવિરાજસિંહ જાડેજાને અમદાવાદ શહેર બદલી કરાઇ : સીટી એ ડિવિઝનના પીઆઇ કે આર સક્સેનાની એસીબીમાં બદલી કરવામાં આવી : સિટી બી ડિવિઝનમાં નવા પીઆઇ તરીકે કે પી જોષીની નિમણૂક : સીટી સી ડિવિઝનના પીઆઇની ખાલી જગ્યા પર યુ સી માર્કન્ડે મુકાયા : સિટી એ ડિવિઝનમાં પીઆઇ તરીકે એમ એમ રાઠોડની નિમણુંક કરાઇ : જ્યારે બે પીએસઆઇની જિલ્લામાં આંતરિક બદલીઓ કરવામાં આવી : જાહેર હિત અને વહીવટી હિત ખાતર બદલીઓ કરતા જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુળ access_time 2:04 am IST

  • આગામી ત્રણ-ચાર દિવસમાં ચોમાસુ દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં દસ્તક દેશે :વાવાઝોડું થંભી ગયું -ઓમાન અને યમન તરફ ફંટાયું :સાયક્લોનનું વલણ પણ બદલાઈ ગયું :ત્રણ-ચાર દિવસ વાવાઝોડાની શક્યતા નથી પરંતુ ગરમીનું જોર યથાવત રહેશે access_time 8:15 pm IST

  • નિપાહ વાઇરસને લઇને ગુજરાત સરકાર એલર્ટ : સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયોઃ તબીબો સહિત જીલ્લા કલેકટરને અપાઇ સુચનાઃ ગુજરાતમાં રોગને ન પ્રવેશવા દેવા હાથ ધરાઇ કવાયત access_time 3:11 pm IST