Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ઉપલેટાઃ સોની બજારના રહેણાંક મકાનમાંથી મરાઠા યુવકની લાશ મળી આવતા ચકચાર

ઉપલેટા તા ૨૨ : અહિંની સોની બજારમાં ભાડે મકાન રાખી રહેતા ધર્મેશ તુકારામ મરાઠા નું શંકાસ્પદ હાલતમાં તેમના ઘરેથી ડેથબોડી મળી આવતા તર્કવિતરક સર્જાયેલ છે. જયારે આ અંગેની તપાસ માટે મરનાર મરાઠા યુવકની બોડીને રાજકોટ ફોરેન્સીક લેબ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

ઉપરોકત બાબતની પ્રાપ્ત વિગત અનુસાર છેલ્લા ત્રણ-ચાર દિવસથી બંધ પડેલ મકાનની અંદરથી દુર્ગધ આવતી હોવાની જાણ થતા આસપાસના લોકોએ મકાનની અંદર પ્રવેશ કરી તપાસ કરતા ત્યાં ધર્મેશઙ્ગતુકારામ મરાઠા ઉ.વ.૪૨ ની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવેલ હતી. આ અંગે ઉપલેટા પોલીસને જાણ થતાં મરનાર યુવકની ડેથબોડીનું રાજકોટ ફોરેન્સીક લેબમાં પોસ્ટમોર્ટમ કરાવી  કયાં કરણોસર મોત થયેલ છે, તે અંગે સાચી માહીતી બહાર આવશે અત્યારે આ અંંગેની તપાસ ઉપલેટા પો.જ. મુળજીભાઇ ખીમોરીયા ચલાવી રહ્યા છે.

(12:09 pm IST)