Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

દામનગરનાં પરમધામ સ્માશાન સંકુલમાં વિકાસકાર્યોની સમીક્ષા કરતા વિરજીભાઇ ઠુંમર

 દામનગર : પરબધામ સ્મશાનની મુલાકાતે ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર અઢાર વિઘા કરતા વધુ જમીન પર પથરાયેલ સ્મશાન પરમધામ સંકુલની સેવા સમિતિના યુવાનોની સેવાની સરાહના કરી ખુશી વ્યકત કરી. શહેરના પરમધામ સંકુલની વ્યવસ્થાઓ બાગ બગીચા પ્રાર્થના હોલ ઔષધિય વન સહિતના સ્થળોની સમીક્ષા કરી સ્વચ્છતા અને સુંદરતા અને વિકાસથી સંતુષ્ટ પરમધામ સેવા સમિતિના યુવાનોના વિવેકસભર દિશા નિર્દેશથી ભુમિદાહ સંસ્કારને તિલાંજલી આપી અગ્નિદાહ સંસ્કાર કરતા પરિવારોને આભાર પત્રો એનાયત કર્યા હતા. ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર દ્વારા વિકાસ કાર્યોની સમીક્ષા કરી અને શ્રમદાન કરતા યુવાનો દ્વારા થયેલ અદભૂત સેવા જોઇ પ્રભાવિત થયા હતા. (તસ્વીર - અહેવાલ : વિમલ ઠાકર, દામનગર)

(12:06 pm IST)