Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

વેરાવળમાં કોરોનાની સારવાર લેતા ૧૧ના મૃત્યુ ? ખાટલાઓ ખુટી પડયા ? ઈન્જેકશનનું વિતરણ થઈ શકયું નહી

જીલ્લાભરમાં ભારે દોડાદોડી વેન્ટીલેટરના વાંકે યુવાન વકીલનું મૃત્યુ થતા ભારે અરેરાટી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૨: ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ માં સીવીલ ખાનગી હોસ્પીટલો માં ખાટલાઓ ખુડી પડયા છે દર્દીઓ ના પરીવારો ભારે મુસીબતમાં મુકાયા છે આજે પણ ૮૦ જેટલા દર્દીઓનું વેઈટીગ છે ત્યારે ખાનગી હોસ્પીટલોમાં જગ્યાજ મળતી નથી ઈન્જીકશનો,ઓકસીજન,દવાઓ લેવા માટે પણ દોડાદોડી સર્જાય રહેલ છે વેન્ટીલેટર મળેલ ન હોવાથી યુવાન વકીલ મૃત્યુ થતા ભારે અરેરાટી વ્યાપી છે ર૪ કલાક માં ૧૧ જેટલા મૃત્યુ થયેલ હોય તેવું સ્મશાન ધાટે થી જાણવા મળેલ છે બિન સતારવાર રીતે ૧૬ ના મૃત્યુ થયેલ છે તેવું જાણવા મળેલ છે.     વેરાવળ માં કોરોના માં સારવાર લેતા સરકારી ખાનગી હોસ્પીટલોમાં ર૪ કલાક માં ૧૧ થી ૧૬ દર્દીઓના મૃત્યુ થયેલ છે તેમાં ૧૧ મૃતદેહ ત્રીવેણી સ્મશાન ઘાટના ભઠી, લાકડામાં અંતિમવીધી કરાયેલ છે બાકીના તાલુકાના મૃતદેહ જે તે તાલુકામાં લઈ જવાયેલ છે પરીસ્થિતી કાબુ બહાર છે આખા જીલ્લામાંથી સૌથી ગંભીર દર્દીઓ વેરાવળ આવી રહેલ છે પણ સીવીલ અને ખાનગી હોસ્પીટલમાં ખાટલાઓ ખુટી પડયા છે સીવીલ હોસ્પીટલ માં ૮૮ દર્દીઓ સારવાર માં હતા ૮૦ જેટલા વેઈટીગ માંછે રર વેન્ટીલેટર હાઉસફુલ છે. ખાનગી હોસ્પીટલોમાં કયાંય જગ્યા નથી ખાનગી હોસ્પીટલમાં મૃત્યુ પામનારના મૃતદેહ તેમના પરીવાર સગાવ્હાલાને સોંપાય છે જેથી આવિસ્તારમાં સંક્રમણ વધવાની પણ શકયતાઓ છે સરકારના નિયમ મુજબ કામગીરી થવી જોઈએ તેવી માંગ ઉઠી છે

આજે વેરાવળ ૧૬, સુત્રાપાડા ર,કોડીનાર પાંચ,ઉના ર૪,ગીરગઢડા પાંચ,તાલાલ ૯ કુલ ૬૧ નવા કેસો આવેલ છે ગીરગઢડા ના યુવાન વકીલ માટે તા.૧૯

ના રોજ રાત્રે સીવીલ હોસ્પીટલમાં વેન્ટીલેટર માટે માંગણી કરેલ હતીપણ તા.ર૧ ના સાંજે પાંચ વાગ્યા સુધી વેન્ટીલેટર મળેલ ન હોય જેથી તેમનું મૃત્યુ થયેલહતું આબનાવ બનતા સમગ્રગીરગઢડા ગીર સોમનાથજીલ્લામાં ભારે અરેરાટી વ્યાપેલ છે આખા ગીરસોમનાથ જીલ્લામાં ફકત ૭૦૦ દર્દી દાખલ હોય તેની પણ પુરતી વ્યવસ્થા સરકારી, ખાનગી હોસ્પીટલ પાસે નથી તે ખુબજ શરમજનક બિના છે જેથી તાત્કાલીક આ જીલ્લા કલેકટરે આરોગ્ય માટે વ્યવસ્થા ઉભી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

(12:47 pm IST)