Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ગોંડલ સ્મશાને બે દિ'માં કોવિડ અને નોન કોવિડ ૩૦ મૃતદેહોને અગ્નિદાહ

આટલી મોટી સંખ્યામાં રોજિંદા ગોંડલના સ્મશાનગૃહમાં કયારેય પણ અગ્નિદાહ અપાયા નહીં હોય : જેલ ચોક અને પાંજરાપોળ ચોક વચ્ચે આવતા હોય અંતિમ વાહિનીના અવાજની સાથે જ લોકો ખડે પગે ઉભા રહી જાય છે : લોકોના ધબકારા પણ વધી રહ્યા છે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૨૨: મુકતેશ્વર સેવા ટ્રસ્ટ સંચાલિત ગોંડલના મુકિતધામમાં છેલ્લા ૨૦ દિવસથી સતત એક પછી એક કોવિડ હોય કે નોન કોવિડ મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવી રહ્યા છે ચિતાઓ શાંત પડવા નું નામ ન લેતી હોય કઠણ કાળજાનો માનવી પણ પીગળી જઈ રહ્યો છે.

શહેર પંથકમાં છેલ્લા ૨૨ દિવસમાં કોરોનાથી મૃત્યુનો આંક ૬૦ ને પાર થઈ ગયો છે જ મંગળ અને બુધવારના પણ સ્મશાનમાં નનામીઓ આવવાની શરૂ જ રહી હતી તારીખ ૨૦ અને ૨૧ ના સ્મશાનના રજિસ્ટર પર નજર કરીએ તો આંખમાંથી અશ્રુધારા રોકી શકાય તેમ નથી રાઠોડ રાધાબેન જીવાભાઇ, મનસુખભાઈ રવજીભાઈ ચૌહાણ, નિલેશભાઈ નારણભાઈ કુડલા, દક્ષાબેન અનિલભાઈ પેથાણી, રાવલ જયંતીલાલ દેવરાજભાઈ, હનુભા દિલુભા જાડેજા, અરુણચંદ્ર જીવનદાસ આખેણીયા, વિજયાબેન પોપટભાઈ પરમાર, બંદીતાબેન હિતેશભાઈ જોશી, વિનોદભાઈ રવજીભાઈ કારેલીયા, જયોત્સનાબેન થોભણભાઈ રૈયાણી, ભરતસિંહ લાલુભા જાડેજા, અજયભાઈ ગોવિંદભાઈ ભાડ, વિજયાબેન બાબુભાઈ રૂપાપરા, ચંપાબેન રવજીભાઈ ટાંક, ગીતાબેન અરવિંદભાઈ કાચા, પ્રભાબેન જયંતીભાઈ રાઠોડ, રામજીભાઈ નરસિંહભાઈ લક્કડ, રવિશંકર ભાનુશંકર રાવલ, તેજસભાઈ નવલભાઈ રાઠોડ, ભીખુશા મગનદાસ ગોંડલીયા, જગદીશભાઈ માવજીભાઈ વેકરીયા, ચંદ્રિકાબેન સુરેશભાઈ રાઠોડ, જયંતીભાઈ લાધાભાઈ કોટડીયા, મહેશચંદ્ર મણિશંકર જોશી, મોહનભાઈ જેરામભાઈ ભેડા, રસીલાબેન વલ્લભદાસ સોલંકી, હરિભાઈ રાઘવભાઈ ગોવાણી, સુધાબેન ચંદ્રકાંતભાઈ વઘાસિયા અને ચીમનભાઈ કેશવજીભાઇ માવદીયા સહિતના લોકોના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત અન્ય સ્મશાનગૃહમાં તેમજ કબ્રસ્તાનમાં દફનવિધિ થતી હશે તે આંકડાઓ તો અલગ જ છે.

(11:00 am IST)