Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

મારા ઉપર હુમલો કરાવ્યો તેમ છતા હું ડરીશ નહીઃ જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં હાર્દિક પટેલનો રોડ -શો

 જામનગરઃ કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે ગઇકાલે જામનગર જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં રોડ-શો અને જાહેરસભા સંબોધી હતી. હાર્દિક પટેલે ભાદરા, બાદનપર, જોડિયા, કુનડ, લીંબુડા, હડિયાણા, બાણુગાર, ફલ્લા, વંથલી, વરણા, નંદપુર, ભરતપુર, બજરંગપુર, ધુતારપુર, ધુલેશીયા ગામમાં જનસંપર્ક કર્યો હતો. આ તકે હાર્દિક પટેલે જણાવ્યું કે, ભાજપે મને અપમાનિત અને પરેશાન કર્યો છે. આનાથી આગળ મારા ઉપર હુમલો પણ કરાવ્યો  હતો તેમ છતાં હું ડરીશ નહી, ઇમાનદારી અને શાંતિથી ખેડૂતો માટે હક્કની લડાઇ લડતો રહીશ. ગત વિધાનસભાની ચૂંટણીની જેમ આ વખતે પણ અમને સમર્થન આપશે.

(3:29 pm IST)