Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

વાંકાનેરના જડેશ્વર રોડ પરથી કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો : 3.65 લાખના મુદામાલ સાથે દાહોદના ચાલકને દબોચી લેવાયો

રતીદેવડી - જડ્શ્વર રોડ પરથી એક ટાટા વેન્ચર કારની સીટ નીચે છુપાવેલ 216 બોટલ મળી

મોરબી :વાંકાનેર નજીકથી પોલીસે દારૂની હેરાફેરી કરતા શખ્સને ૩.૬૫ લાખ ના મુદામાંલ સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી વિગત મુજબ વાંકાનેર સીટી પોલીસ મથકના પી.આઈ. બી.ટી.વાઢીયા, પી.એસ.આઈ. આર.પી.જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા ,અરવિંદભાઈ જાપડીયા, હરેશભાઈ આગલા, વિરેન્દ્રસિંહ ઝાલા ,રણધીરસિંહ ઝાલા સહિતનો સ્ટાફ રાત્રીના સમયે પેટ્રોલીગ માં હતો ત્યારે બાતમી મળી હતી કે રતીદેવડી - જડ્શ્વર રોડ પરથી એક ટાટા વેન્ચર કારમાં દારૂ ભરીને નીકળવાની છે જેના લીધે વોચ ગોઠવી સવા દસ વાગ્યાના સુમારે જી.જે.૨૦.એ. ૮૫૮૭ નંબરની વેન્ચર વાહન નીકળતા તેને રોકી તલાશી લેતા તેમાં સીટ ના નીચે ભાગે છુપાવેલી ૨૧૬ દારૂની બોટલ કીમત રૂપિયા ૬૪.૫૦૦ અને વાહનની કીમત રૂપિયા ૩ લાખ આમ કુલ ૩.૬૪ લાખથી વધુના મુદામાલ સાથે વાહન ચલાવનાર બાબુભાઈ ભારતભાઈ પરમાર રહે દાહોદ વાળાને જડપી લેવામાં આવ્યો હતોઅને દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં જતો અને કેટલા સમયથી આ દારૂની હેરાફેરી કરવામાં આવતી અને બીજું કોણ કોણ સડોવાયેલું છે તેની તપાસ પોલીસ ચલાવી રહી છે.

(6:54 pm IST)