Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

કેશોદના ભાટ સીમરોલી ગામે લગ્નના જમણવારમાં શિખંડ આરોગ્યા બાદ ૧૦૦ થી વધુને ઝેરી અસર

જુનાગઢ : કેશોદના ભાટ સીમારોલી ગામે લગ્ન પ્રસંગમાં શીખ઼૯ ખાયા બાદ ૧૦૦ જેટલા લોકોને ફૂડ પોઇઝનીંગ થઇ જતા તંત્ર સહિતનાઓમાં દોડધામ મચી જવા પામી હતી અને ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મીની હોસ્પિટલમાં ફેરવાઇ ગયું હતું. કેશોદના ભાટ સીમારોલી ગામે રહેતા માધાઇ ટપુભાઇ દસાડીયાને ત્યાં દિકરાનો લગ્ન પ્રસંગે હતો અને તે માટે ધામધૂમથી એક જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ જમણવારમાં ઉપયોગમાં લેવામાં આવેલ શીખંડ ખાધા બાદ લોકોને ઝાડા-ઉલ્ટી શરૂ થઇ ગઇ હતી. અને લોકો ભાટ સીમારોલીના પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે દોડી ગયા હતા. અને જોતોજોતામાં ફૂડ પોઇઝનીંગના ૧૦૦ જેટલા દર્દીઓ નોંધાતા પીએસી કેવદ્રાને ઙ્ગજાણ કરાતા મેડકીલ ઓફીસર દિષેશ બારીયા સહિતની ટીમ ભાટ સીમરોલી પહોંચી ગઇ હતી અને તમામ દર્દીઓને તપાસી સારવાર આપવામાં આવી હતી.

(5:02 pm IST)