Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

પડધરીમાં જુગાર રમતા ૧૦ પકડાયા

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો (નીચે બેઠેલા) સાથે પોલીસ સ્ટાફ નજરે પડે છે.

રાજકોટ તા. રરઃ પડધરીમાં જાહેરમાં જુગાર રમતા ૧૦ પતાપ્રેમીઓને પોલીસે ઝડપી લીધા હતા.પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ એચ. એમ. જાડેજા દ્વારા લોકસભા ચુંટણી અન્વયે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી તથા જુગારની બદીને સંપૂર્ણ રીતે નેસ્ત નાબુદ કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે પડધરીના પો. સબ ઇન્સ. જે. વી. વાઢિયા તથા સ્ટાફ દ્વારા મળેલ હકિકતના આધારે પડધરી ટાઉન વિસ્તારમાં મેમણ શેરીમાં જાહેરમાં જુગાર રમતા ઇસમો (૧) મંગા કલાભાઇ વડેચા (ર) પરેશ ઘેલાભાઇ બાંધવા (૩) મહેશ મનસુખભાઇ વડેચા, (૪) પ્રવિણ મંગાભાઇ વડેચા, (પ) જીતેશ મનસખભાઇ વડેચા, (૬) ભરત ભગવાનજીભાઇ પરમાર, (૭) કિશોર ગોકુલભાઇ વડેચા, (૮) મનીષ લવજીભાઇ વડેચા, (૯) જીગ્નેશ પ્રેમજીભાઇ વડેચા, તથા (૧૦) સવશી માવજીભાઇ ડાભી ને રોકડા રૂ. ૧૪,૦ર૦/- તથા મોબાઇલ નંગ-૬ કિ. રૂ. ૧૧૦૦૦/- મળી કુલ રૂ. રપ,૦ર૦/- ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ હતી.

આ કામગીરીમાં પો. સબ ઇન્સ. જે. વી. વાઢિયા સાથે પો. હેડ કોન્સ. એફ. ડી. બલોચ, જે. કે. ચૌહાણ, પો. કોન્સ. યુવરાજસિંહ, પુષ્પરાજસિંહ, પ્રભાતભાઇ, કૃપાલભાઇ તથા જયેન્દ્રસિંહ, જયભાઇ સોલંકી વિગેરે જોડાયા હતા.

(3:32 pm IST)