Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

વેરાવળ દરિયામાં ડૂબી જવાની ૨ ઘટના : ૩ના મોત

વેરાવળ વાલ્મીકી સમાજના એક યુવાન અને બાળક ધુળેટીના દિવસે દરીયામાં જે કલર ઉડેલ હોય તે કાઠવા કાંઠે નાહવા પડેલ ત્યારે જોરદાર મોજું આવતા યુવાન અને બાળક ને આ મોજુ ખેચી ગયેલ હોય. જેમાં યુવાનનો મૃતદેહ તાત્કાલીક મળી ગયેલ હતો જયારે બાળક નો મૃતદેહ આજે સવારે મળેલ હતો આ બનાવ બનતા વેરાળવ સહીત ગીરસોમનાથ વાલ્મીકી સમાજમાં ભારે અરેરાટી વ્યાપેલ છે.

વાલ્મીકી વાસ માં રહેતા પરસોતમ દામજીભાઈ પરમાર ઉ.ર૯ તથા ઓમ પ્રવિણભાઈ સોલંકી ઉ.૧૩ આ બન્ને મામા ફુઈના થતા હોય ધુળેટેના પુર્વમાં કલર ઉડાડી આ બન્ને વાલ્મીકીવાસની પાછળ આવેલ દરીયાકાંઠે કલર કાઢવા નાહવા ગયેલ હોય કીનારે બેસેલા હોય ત્યારે દરીયાનું જોરદાર મોજુ આવતા બન્ને પાણીમાં તણાય ગયેલ હોય જેથી તેની સાથે નાહવા પડેલ બીજા યુવાનો બાળકો રાડારાડ કરવા લાગેલ હતા અને બચાવવા ઘણી મહેનત કરેલ હોય પણ બન્ને દરીયામાં ઉડાપાણીમાં ગયેલ હોય જેથી તા.ર૧ ના રોજ ધુળેટીના દિવસે પરસોતમ દામજીભાઇ પરમારનો મૃતદેહ ત્રણેક કલાક બાદ મળી  આવેલ હતો.

જયારે બાળકને શોધવા માટે રાતભર અનેકે મહેનત કરેલ હોય તેમ છતા કયાંય હાથ લાગેલ ન હતો આખી રાત બાળકના પરીવારજનો વાલ્મીકી સમાજના આગેવાનો તેમજ સમાજના પરીવારો દરીયા સામે બાળક જીવીત પરત આવે તેવી પ્રાર્થનાઓ કરેલ હતી પણ આ બાળક નો મૃતદેહ સવારે આઠ વાગ્યાના અરસામાં દરીયાની પાસે આવેલ ખાડીમાંથી મળીઆવતાપરીવાર તેમજ વાલ્મીકી સમાજ માં ભારે અરેરાટી વ્યાપેલ હતી. મરનાર યુવાન રેયોનમાં કોન્ટ્રાકટર તરીકે કામગીરી બજાવતો હોયતેમજ બાળક વેરાવળની રેયોન સ્કુલમાં ધો.૯ ઈગ્લીશ મીડીયમમાં ભણતો હોય. આ આશાસ્પદ યુવાન તથા બાળકનું દરીયામાં ડુબી જતા મૃત્યુ થયેલ જેથી વાલ્મીકી સમાજે સમાજના તમામ ઘરોમાં ભારે આકંદ્ર છવાયેલ હતું મોટા ભાગના પરીવારો સ્મશાન યાત્રા જોડાયેલ હતા.

જ્યારે બીજા બનાવમાં વેરાવળ ભીડીયા વિસ્તારમાં એક યુવાન સીડી ઉતરતા અકસ્માતે  પડી જતા મૃત્યુ થયેલ હતું. આ બનાવની વિગત એવી છેકે ભીડીયા વિસ્તારમાં રહેતા  વિરજીભાઈ હરજીભાઈ સોલંકી ઉ.૩૯ બોટ માં કોઈ કામસર સીડીઉપર ચડેલ જે સીડી ઉતારતા હોય ત્યારે અકસ્માતે પડી જતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયેલ હતું.

(3:30 pm IST)