Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ધ્રોલ આઇસીઆઇસીઆઇ બેન્કના ૫ ગ્રાહકોના એકાઉન્ટમાંથી મોટી રકમ ઉપડી જતા પોલીસ સ્ટેશનમાં રાવ

ધ્રોલ તા ૨૨ :  ધ્રોલ ખાતે આવેલ આઇ.સી.આઇ.સી.આઇ બેંકમાંથી પાંચ જેટલા ગ્રાહકોના એકાઉન્ટમાંથી, મોટી રકમ ઉપાડવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. આ રકમ ખાતેેદારો  દ્વારા નહી, પણ ઓન લાઇન હેંગીગ કરવામાં આવેલ છે, એે જે  રીતે બેંકમાંથી રકમ ઉપાડવામાં આવતી હતી, તે મુજબ મોબાઇલમાં મેસેજ આવતો હતો. આ રકમ શનીવારે અને રવિવારે ઉપાડવામાં આવેલ, જે દિવસે બેંક બંધ રહે. ગ્રાહકોને મળેલા  મેસેજ અંગે સ્થાનીક બેંકનો  સંપર્ક કરવામાં આવેલ અને  આ  અંગે જાણ કરવામાં આવેલ.

આ બેંકમાંથી  આ રીતે  ઓન લાઇન રકમ ઉપાડવામાં  આવતા ગ્રાહકોએ સ્થાનીક પોલીસ સ્ટેશનમાં લેખીત જાણ કરીને આ બાબતે તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે.

ધ્રોલ ખાતેની આઇ.સી.આઇ.સી.આઇ. બેંકના મેનેજર સાથે આ અંગે વાતચીત કરતા  તેઓએ આ બાબતે કોઇ જ  જાણકારી આપેલ ન હતી, અને જે  લોકોના ખાતામાંથી રકમ ઉપાડવામાં આવેલ છે તે ગ્રાહકોના ખાતામાં  કંપની તરફથી રકમ જમા કરી દેવામાં  આવેલ છે. તેમ જણાવેલ .

આ બેંક તરફથી કરવામાં આવેલી જમા રકમ અંગ ેબેંક તરફથી ગ્રાહકોને જાણકારી આપવામાં આવેલ, પરંતુ આ બનાવ અંગેની તપાસ ન થાય ત્યા ંસુધી આ  ખાતેદારો બેંકમાં ટ્રાન્જેકશન એટલે કે રકમ ઉપાડી ન શકે  તેમ  જણાવેલ હોવાનું ગ્રાહકોએ  જણાવેલ છે.

ગ્રાહકોને  આપવામાં  આવેલ  એ.ટી.એમ. કાર્ડમાંથી  રૂા૨૫૦૦૦/- હજાર સુધીજ રકમ ઉપાડી શકાય, તેવું  કાર્ડ હોવા  છતાં આ એકાઉન્ટમાંથી એક લાખ રૂપિયાની રકમ ઉપડી ગયેલ હોવાનું ગ્રાહકે જણાવેલ.

બેંકમાં થતી લેવડ-દેવડ નો મેસેજ મોબાઇલમાં ઇંગ્લીશમાં અપાતો હોય છે, જયારે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના ખાતેદારોને આ  મેસેજ અંગે કાંઇજ સમજ પડતી ન હોય, તેવા ગ્રાહકોનું શું થાય ? સ્થાનીક  બેંક અધિકારી તરફથી  આ બનાવ અંગે કોઇ જ ચોક્કસ વિગતો આપવામાં ન આવતા, આ બેંકમાંથી કેટલા ગ્રાહકોની કેટલી રકમ હેંગીગ કરવામાં આવેલ  છે  તે જાણી શકાયેલ નથી

(12:11 pm IST)