Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

જુનાગઢ-માણાવદર-કેશોદમાં જુગાર રમતા ૧૭ શખ્સોની ધરપકડ

જુનાગઢ તા. રર : શહેર અને જિલ્લામાં જુગાર સહિતની અસામાજિક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા એસ.પી.સૌરભસિંહની સુચના મુજબ જુનાગઢ બી ડીવીઝનના પોલીસ જમાદાર પી.જે. વાળાએ શહેરમાંં ખામધ્રોળ રોડ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા નાથાસીદી સુમરા સહિત ૬ શખ્સોને રૂ.૮રપ૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા. તેમજ માણાવદરના પી.એસ.આઇ. પી.બોદરે સ્ટાફ સાથે ગઇકાલે સાંજે માણાવદરનો ભરત હાજા કડછાની વાડીમાં જુગાર અંગે દરોડો પાડયો હતો.પોલીસે અહિથી ભરત હાજા ઉપરાંત રામા સાંગા ઓડેદરા, રામ કારા ભુતીયા, કેશુ ગીગા વાઢેર, દેવદાસ ઉર્ફે સાંકાલ બાબુ ઓડેદરા, જગદીશ વિઠ્ઠલ ભીંડી અને વિનુ નારૂભાઇ ગુલાબીને રૂ. ૩૦,૬૦૦ ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા. કેશોદમાં પણ પોલીસે જુગારીઓ સામે લાલઆંખ કરીને જતીન મનસુખલાલ દવે અને અન્ય ત્રણ જણાને રૂ.૧૦,૧૪૦ ની રોકડ અને મોબાઇલ ફોન સહિત કુલ ૧૩,૬૪૦ના મુદામાલ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી લઇને તમામની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:53 am IST)