Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

જુનાગઢના વડાલમાં મહિલાની ઇજ્જત લેવા હૂમલોઃ હુમલાખોરની કારમાં તોડફોડ

બંને પક્ષની સામસામી પોલીસ ફરિયાદ

જૂનાગઢ તા. રર :.. જૂનાગઢના વડાલમાં મહિલાની ઇજ્જત લેવા પ્રયાસ કરનાર શખ્સની કારમાં તોડફોડ મચાવવામાં આવતાં હલચલ મચી ગઇ હતી.

 

આ બનાવની વિગતો એવી છે કે, જૂનાગઢ તાલુકાના વડાલ ગામે રહેતા રંજનબેન રાજેશ ઉર્ફે રાજુ વઘેરા (ઉ.૪૦) નામની મહિલાના ઘરે ગઇકાલે ડેરવાણનો જશુ ભાટી દરબાર સહિત ત્રણ શખ્સો મારૂતિ કારમાં ઘસી ગયા હતાં.

બાદમાં મહિલાને ગાળો કાઢી અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી તેણીની ઇજ્જત લૂંટવા પ્રયાસ કર્યો હતો. જેની મહિલાએ ફરીયાદ કરતા તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

સામા પક્ષે ડેરવાણ ગામનાં ભાટી દરબાર જશુ ગંભીરભાઇને વડાલનાં મહિલાનાં પતિ રાજુ વધેરાએ તેના ઘરે બોલાવેલ પરંતુ ઘરે મહિલાઓ હોય તેથી રાજુ વધેરા અને તેના બે દિકરા સહિત પાંચ જણાએ જશુભાઇને માર માર્યો હતો.

તેમજ જશુ ગંભીરની કારમાં તોડફોડ કરીને નુકશાન પહોંચાડયુ હતું તાલુકા પોલીસે યુવાનની ફરીયાદ પરથી રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (પ-ર૧)

(11:29 am IST)