Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ખંભાળીયાના ખેડૂતો સરકાર સામે આકરા પાણીઓઃ સરકારના મગજનું ઓપરેશન કરતા ડોકટર બેભાન થઇ ગયાઃ ખેડુતોએ ખરખરો કર્યો

ખંભાળીયાઃ જામ ખંભાળિયામાં ખેડૂતો સરકાર સામે આકરા પાણીએ થયા છે. ખંભાળિયામાં ખેડૂતોએ નાટ્યાત્મક વિરોધ કરી સરકાર સામે રોષ ઠાલવ્યો હતો. ખેડૂતોએ સરકારના મગજનું ઓપરેશન કરાવ્યું હતુ.

 મંગળવારથી ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ જિલ્લાના ખેડૂતો 72 કલાકના ઉપવાસ આંદોલન પર બેઠા છે. ખેડૂતોએ બુધવારે ભીખ માંગી વિરોધ કર્યો હતો.તો આજે  સરકારના મગજનું ઓપરેશન કરી રોષ ઠાલવ્યો છે. ખેડૂતો નિર્ણય લઈ શકતા ન હોય બુઝુર્ગ ખેડૂતની સલાહ લઇ સરકારના મગજનું ઓપરેશન કરાવવા ડૉક્ટર પાસે લઈ આવ્યા હતા અને ઓપરેશન બાદ ડોક્ટર પણ બેભાન થઈ પડી ગયા હતા તેવું દર્શાવી ખેડૂતોએ ડૉક્ટરની પ્રાથમિક સારવાર કરી હતી.ખેડૂતોએ માથે ઓઢી, ખરખરો કરી, સરકારની કાણકરી નાટ્યાત્મક વિરોધ કર્યો હતો.

(8:16 pm IST)